આ મામલે આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પોલીસે થાણેમાં ગયા અઠવાડિયે એક દુકાનમાંથી ચોરી થયેલા ૧૫ લાખ રૂપિયાના મોબાઇલ ફોન રિકવર કર્યા હતા. આ મામલે આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. ફિરોઝ ઉર્ફે મોનુ નઈમ ખાને ૨૦ માર્ચે મોડી રાતે ભાઈંદરની એક મોબાઇલ-શૉપમાંથી ૧૬.૭૧ લાખ રૂપિયાના બાવીસથી વધુ હાઈ-એન્ડ ફોનની ચોરી કરી હતી. પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સ પર કામ કરીને મુંબઈના બાંદરામાં રહેતો આરોપી ઉત્તર પ્રદેશના બિજનૌરમાં હોવાની માહિતી મેળવી હતી. પોલીસ ઉત્તર પ્રદેશ પહોંચી ત્યારે આરોપી દિલ્હી ભાગી ગયો હતો. દિલ્હીમાં ધરપકડ બાદ તેની પાસેથી ૧૪.૫૬ લાખ રૂપિયાના ૨૦ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.