શ્રી સુવિધિનાથ દેરાસરના રજત વર્ષ નિમિત્તે ગઈ કાલે ભવ્યાતિભવ્ય મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું

દેરાસર
શ્રી અચલગચ્છ જૈન સંઘ ડોમ્બિવલી દ્વારા અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની ૩૪મી પુણ્યતિથિ નિમિત્તે તેમ જ શ્રી સુવિધિનાથ દેરાસરના રજત વર્ષ નિમિત્તે ગઈ કાલે ભવ્યાતિભવ્ય મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં હીરા, માણેક, મોતી, ફૂલો, દીવડા અને અન્ય ડેકોરેશન સામગ્રીનો ઉપયોગ કરીને દેવલોક જેવા દિવ્ય જિનાલયની રચના કરવામાં આવી હતી. પ્રભુજીની ભવ્ય આંગી કરવામાં આવી હતી. અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબનું સંપૂર્ણ જીવનદર્શન પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. એમણે ભારતનાં ૧૧ રાજ્યોમાં ગામેગામ કરેલા હજારો કિલોમીટરના વિહાર (પદયાત્રા)ને ભવ્ય રંગોળીમાં દર્શાવવામાં આવ્યા હતા. આ રંગોળી બનાવવા માટે આશરે સો કિલો ચોખા અને એંસી કિલો રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રંગોળી બનાવવા માટે બે દિવસનો સમય લાગ્યો હતો.

