મુંબઈમાં ચાલી રહેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં આ ફીચરના ડેમો દ્વારા ભારતની ડિજિટલ પેમેન્ટની શક્તિનું પ્રદર્શન કરશે સરકાર
પ્રતીકાત્મક તસવીર
યુનાઇટેડ પબ્લિક ઇન્ટરફેસ (UPI)માં નવાં ફીચર્સ ઉમેરાઈ રહ્યાં છે. QR કોડ સ્કૅન કરીને અથવા પિન કોડને બદલે હવે બાયોમેટ્રિક્સથી પણ UPIનું પેમેન્ટ થઈ શકે એવી સુવિધા આવવાની છે.
ભારતીય રિઝર્વ બૅન્ક (RBI) અને નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન્સ ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે આધાર સાથે લિન્ક હોય એવા બાયોમેટ્રિક્સથી પણ હવે UPI પેમેન્ટ થઈ શકશે. એટલે કે મોબાઇલને ખિસ્સામાંથી કાઢ્યા વગર આંગળીના નિશાનથી કે ચહેરાના સ્કૅનિંગથી પણ પેમેન્ટ કરી શકાશે. આ બાયોમેટ્રિક્સ પેમેન્ટની સુવિધા લૉન્ચ થવાની તૈયારીમાં જ છે. પેમેન્ટ માટેનું બાયોમેટ્રિક્સ ઑથેન્ટિફિકેશન આધાર સિસ્ટમ દ્વારા સંચાલિત થશે. પેમેન્ટ કરવા માટેનું આ નવું ફીચર વધારે સુરક્ષિત હશે અને પિન યાદ રાખવાની પરેશાનીમાંથી પણ છુટકારો આપશે.


