Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > NMACC દ્વારા ભારતમાં પહેલીવાર ઈન્ટરનેશનલ બ્રોડવે મ્યૂઝિકલનું આયોજન

NMACC દ્વારા ભારતમાં પહેલીવાર ઈન્ટરનેશનલ બ્રોડવે મ્યૂઝિકલનું આયોજન

03 May, 2023 08:18 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની આગેવાનીમાં પહેલીવાર ભારતમાં કલા પ્રેમીઓને આ કલ્ચરલ સેન્ટરમાં વિશ્વના સૌથી સફળ અને લોકપ્રિય બ્રૉડવે મ્યૂઝિકલ્સમાંના એક `સાઉન્ડ ઑફ મ્યૂઝિક` જેવો ગ્લોબલ બ્રાન્ડ શૉ જોવા મળશે.

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ભારતમાં પહેલીવાર ઈન્ટરનેશનલ બ્રૉડવે મ્યૂઝિકલનું `ધ સાઉન્ડ ઑફ મ્યૂઝિક` લાવી રહ્યું છે.

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ભારતમાં પહેલીવાર ઈન્ટરનેશનલ બ્રૉડવે મ્યૂઝિકલનું `ધ સાઉન્ડ ઑફ મ્યૂઝિક` લાવી રહ્યું છે.


દેશની આર્થિક રાજધાની મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) દેશનું પ્રમુખ સાંસ્કૃતિક કેન્દ્ર બની રહ્યું છે. અને આની આગેવાનીમાં પહેલીવાર ભારતમાં કલા પ્રેમીઓને આ કલ્ચરલ સેન્ટરમાં વિશ્વના સૌથી સફળ અને લોકપ્રિય બ્રૉડવે મ્યૂઝિકલ્સમાંના એક `સાઉન્ડ ઑફ મ્યૂઝિક` જેવો ગ્લોબલ બ્રાન્ડ શૉ જોવા મળશે. આ શૉ દ્વારા દર્શકોને 90 વર્ષ પહેલાના વિશ્વને જોવાનો અનુભવ મળશે.

ઈન્ટરનેશનલ બ્રૉડવે મ્યૂઝિકલ શૉ (International  Broadway Musical Show)એ પહેલીવાર ભારતમાં એન્ટ્રી કરી છે. આ શૉ પાંચવાર પ્રતિષ્ઠિત ટોની પુરસ્કાર જીતી ચૂક્યું છે. 1930ના ઑસ્ટ્રિયાની પૃષ્ઠભૂમિ પર જન્મેલો આ શૉ દર્શાવે છે કે કેવી રીતે સંગીત, રોમાન્સ અને ખુશીઓ દ્વારા જીવનના સંઘર્ષો પર વિજય મેળવી શકાય છે. આ ક્લાસિક પ્રૉડક્શનમાં `માય ફેવરિટ થિંગ્સ`, `ડો રે મી`, `દ હિલ્સ આર અલાઈવ` અને `સિક્સટીન ગોઈંગ ઑન સેવેન્ટીન` જેવા 26 બહેતરીન ગીતો સામેલ છે.



નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “અમને NMACC ખાતે ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ બ્રોડવે મ્યુઝિકલ, ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક રજૂ કરવામાં આનંદ થાય છે! અમે ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ સાથે ભારતના શ્રેષ્ઠ વારસાનું પ્રદર્શન કર્યું અને હવે અમે અત્યાર સુધીના સૌથી પ્રિય આંતરરાષ્ટ્રીય મ્યુઝિકલ્સમાંના એકને ભારતમાં લાવવા માટે રોમાંચિત છીએ."


કલા આશા અને ખુશીનો સંદેશ આપે છે
તેણે આગળ કહ્યું, “હું હંમેશા માનું છું કે કલા આશા અને ખુશીનો સંદેશ આપે છે. `ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક` એક એવું ક્લાસિક છે. મને આશા છે કે મુંબઈ અને ભારતના લોકો તેમના પરિવાર અને બાળકો સાથે તેનો આનંદ માણશે.

ભારતમાં સૌપ્રથમવાર ધ સાઉન્ડ ઓફ મ્યુઝિકનું આયોજન કરવામાં આવ્યું છે
2,000 સીટ ધરાવતું ગ્રાન્ડ થિયેટર આ મ્યુઝિકલ શો માટે યોગ્ય સેટિંગ છે. સુંદર ઑસ્ટ્રિયન પૃષ્ઠભૂમિ, લાઇવ ઓર્કેસ્ટ્રા અને સ્ટેજ પર જીવંત ગાયક પ્રેક્ષકોને 1930 ના ઑસ્ટ્રિયામાં લઈ જાય છે. ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક એ પ્રેમ, આનંદ, હાસ્ય અને સંગીતનો ઉત્કૃષ્ટ પ્રદર્શન છે. આંતરરાષ્ટ્રીય શો, જે અત્યાર સુધી માત્ર વિદેશમાં જ જોવા મળતા હતા, તે હવે દેશમાં જ જોઈ શકાશે.


આ પણ વાંચો : સની દેઓલના દીકરા Karan Deolએ કરી સગાઈ, જાણો ક્યારે કરશે લગ્ન?

NMACC માટે ટિકિટ કેવી રીતે બુક કરવી
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે `ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક` જોવા માટેની ટિકિટ www.nmacc.com અથવા www.bookmyshow.com પર બુક કરી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

03 May, 2023 08:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK