આ પ્રદર્શન દ્વારા મુલાકાતીઓ પિચવાઈ, તંજોર, પટ્ટાચિત્ર, પટોળા, વેંકટગીરી, બનારસ, પૈઠાણ અને કાશ્મીરની વણાટ અને જયપુરની બ્લુ પોટરી જેવા પ્રખ્યાત પરંપરાગત કલા સ્વરૂપોથી પરિચિત થઈ શકશે
તસવીર સૌજન્ય: પીઆર
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)એ રિલાયન્સ ફાઉન્ડેશનના ‘સ્વદેશ’ (Swadesh) પ્રદર્શનને લંબાવવાનું નક્કી કર્યું છે. આ પ્રદર્શન દ્વારા મુલાકાતીઓ પિચવાઈ, તંજોર, પટ્ટાચિત્ર, પટોળા, વેંકટગીરી, બનારસ, પૈઠાણ અને કાશ્મીરની વણાટ અને જયપુરની બ્લુ પોટરી જેવા પ્રખ્યાત પરંપરાગત કલા સ્વરૂપોથી પરિચિત થઈ શકશે અને તેમના નિષ્ણાત કારીગરો સાથે વાતચીત કરી શકશે સાથે જ તેનો અનુભવ પણ મેળવી શકશે. પ્રદર્શનમાં કારીગરોને તેમની નજર સામે કામ કરતા જોવા અને તેમની સાથે વાત કરવી એ પોતાનામાં એક અદ્ભુત અને અનોખો અનુભવ છે.
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી (Nita Ambani)એ આ સંદર્ભે કહ્યું કે, “ભારતના કારીગરો આપણા દેશનું ગૌરવ છે. તેમની કળા અને હસ્તકલા આપણી સંસ્કૃતિનો અભિન્ન અંગ છે. એનએમએસીસીમાં તેમને કૌશલ્ય અને પ્રતિભા દર્શાવવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવું એ અમારા માટે સન્માનની વાત છે.”
ADVERTISEMENT
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “મને એ જોઈને ઘણો આનંદ થાય છે કે તેમને અમારા ભારતીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનો તરફથી પુષ્કળ ધ્યાન અને પ્રશંસા મળી છે. તેમની સાથેની મારી વાતચીત મને ખૂબ જ પસંદ આવી અને તેમની વાર્તાઓ સાંભળીને અને તેમની હસ્તકલા પ્રત્યેની તેમની અસાધારણ ઉત્કટતા જોઈને મને આનંદ થયો. ‘સ્વદેશ’ એ આપણા વારસાની ઉજવણી છે અને આપણા કારીગરો માટે આદર અને આજીવિકાની નવી શરૂઆત દર્શાવે છે.
આ પણ વાંચો: આ શો એક વાર જોઈને કોઈ ખુશ નહીં થાય, તેમણે બીજી વાર શો જોવા આવવું જ પડશે
જ્યારથી નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) શરૂ થયું, ત્યારથી જ મુલાકાતીઓ સેન્ટર અને તેની સુવિધાઓની પ્રશંસા કરી રહ્યા છે. સ્વદેશમાં મુલાકાતીઓ આ નિષ્ણાત કલાકારોના કામને તેમની નજર સમક્ષ તો જુએ જ છે, સાથેસાથે સ્થળ પર તેમની રચનાઓ પણ ખરીદી શકે છે. આ પ્રદર્શન મૂળ 2 એપ્રિલ સુધી ત્રણ દિવસીય કાર્યક્રમ તરીકે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ મુલાકાતીઓની વધુ માગને કારણે તેને લંબાવવામાં આવ્યું છે. કલાકૃતિઓમાંથી સમગ્ર આવક માત્ર કારીગરોને જ મળે છે.


