સાંજના સમયે ફેરિયાઓએ પાછો તેમનો ધંધો લગાડી દીધો હતો અને બેરોકટોક ધંધો કરી રહ્યા હતા.
પહેલાં અને સાંજે
તળ મુંબઈના મોહમ્મદ અલી રોડ પર ગઈ કાલે બપોરે BMCના B વૉર્ડના અતિક્રમણ વિભાગે ફુટપાથ પર ગેરકાયદે બેસતા ફેરિયાઓ સામે જોરદાર કાર્યવાહી કરી હતી. જોકે સાંજના સમયે ફેરિયાઓએ પાછો તેમનો ધંધો લગાડી દીધો હતો અને બેરોકટોક ધંધો કરી રહ્યા હતા.
નવી મુંબઈ ઍરપોર્ટના નામકરણ માટે સંસદસભ્યોની ડિમાન્ડ
ADVERTISEMENT

ગઈ કાલે નવી દિલ્હીમાં સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેવા ગયેલાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)નાં સંસદસભ્ય સુપ્રિયા સુળે અને વિરોધ પક્ષના નેતાઓએ નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (NMIA)નું નામકરણ લોકનેતા ડી. બી. પાટીલના નામ પરથી કરવામાં આવે એવી ડિમાન્ડ કરી હતી.


