Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: મેમાં મૉન્સૂન જેવો માહોલ

ન્યૂઝ શોર્ટમાં: મેમાં મૉન્સૂન જેવો માહોલ

Published : 03 May, 2026 09:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે સાંજે કાળાં ડિબાંગ વાદળાં ઘેરાઈ આવતાં ગરમીથી રાહત મળી હતી અને જાણે વરસાદ તૂટી પડશે એવા અણસાર મળી રહ્યા હતા. 

તસવીર : નિમેશ દવે

તસવીર : નિમેશ દવે


બોરીવલીમાં ગઈ કાલે સાંજે કાળાં વાદળાં ઘેરાઈ આવ્યાં હતાં. હાલ તો ઉનાળો બરાબરનો જામ્યો છે અને બપોરે સખત તાપ પડી રહ્યો છે ત્યારે ગઈ કાલે સાંજે કાળાં ડિબાંગ વાદળાં ઘેરાઈ આવતાં ગરમીથી રાહત મળી હતી અને જાણે વરસાદ તૂટી પડશે એવા અણસાર મળી રહ્યા હતા. 

છત્તીસગઢમાં નક્સલીઓએ લગાવેલા IEDમાં ધડાકો, ૩ પોલીસ-જવાનો શહીદ



છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગઈ કાલે નક્સલીઓ દ્વારા બિછાવવામાં આવેલા ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED)ના વિસ્ફોટને કારણે ૩ પોલીસ-જવાનો શહીદ થયા હતા, જ્યારે એક પોલીસ-કૉન્સ્ટેબલ ઘાયલ થયો હતો. આ પોલીસ-જવાનો IEDને નિષ્ક્રિય કરવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે એમાં ધડાકો થયો હતો. છત્તીસગઢને નક્સલવાદમુક્ત જાહેર કરવામાં આવ્યા બાદ રાજ્યમાં આ પહેલી નક્સલવાદી ઘટના બની હતી. 


પાકિસ્તાનમાં ક્રિકેટ-ગ્રાઉન્ડ પર આતંકવાદીઓનો ડ્રોન-અટૅક

પાકિસ્તાનના પેશાવરના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શુક્રવારે એક ચોંકાવનારી ઘટના બની હતી.  અહીંના એક ક્રિકેટ-ગ્રાઉન્ડ પર આતંકવાદીઓએ ડ્રોન-હુમલો કર્યો હતો. આ હુમલા દરમ્યાન મેદાન પર સ્થાનિક બાળકો ક્રિકેટ રમી રહ્યાં હતા. આ આતંકી હુમલામાં ત્રણ બાળકો ઘાયલ થયાં હતાં.  આતંકવાદીઓએ ક્વૉડકૉપ્ટર ડિવાઇસ ડ્રોનનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે. 


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2026 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK