પાર્ટીને ફરી એક વાર રાષ્ટ્રીય બનાવવા માટે એ જરૂરી હોવાથી કદાચ રાજધાનીમાં ઇલેક્શન લડે
ગઈ કાલે દિલ્હીમાં પ્રફુલ પટેલ સાથેની લંચ-મીટિંગમાં અજિત પવાર.
વિધાનસભાની ચૂંટણીમાં ધાર્યા કરતાં સારી સફળતા મેળવ્યા બાદ અજિત પવારની પાર્ટી હવે ફુલ ફૉર્મમાં
વિધાનસભાની ચૂંટણીમાં ધાર્યા કરતાં પણ વધારે સારું પરિણામ આવ્યા બાદ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી અને એમાં પણ ખાસ કરીને અજિત પવાર ઍક્શન મોડમાં આવી ગયા છે. ગઈ કાલે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહને રાજ્યના મુખ્ય પ્રધાનપદથી લઈને પ્રધાનમંડળની ચર્ચા કરવા ગયેલા અજિત પવારે દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમ્યાન તેમણે આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવા તરફ ઇશારો કર્યો હતો.
ADVERTISEMENT
એનું કારણ છે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનું રાષ્ટ્રીય પાર્ટી તરીકેનું સ્થાન પાછું મેળવવાનું. આ પહેલાં પ્રફુલ પટેલ પણ બોલી ચૂક્યા છે કે તેમની ઇચ્છા ફરીથી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસને રાષ્ટ્રીય પાર્ટી બનાવવાની છે. પાર્ટીના વરિષ્ઠ નેતાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી વિજય હાંસલ કરશે.