હવામાન વિભાગના વિશેષજ્ઞોએ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાથી જ તાપમાન વધવાના સંકેત આપી દીધા છે. આ દરમિયાન, મુંબઈ તેમજ આસપાસના ક્ષેત્રોમાં એકાએક વાદળોનું આગમન થઈ શકે છે.
આગામી બે દિવસ મુંબઈમાં વાદળછાયું વાતાવરણ મળશે જોવા (ફાઈલ તસવીર)
મુંબઈ મહાનગરમાં આકાશમાં વાતાવરણ વાદળછાયું રહેવાનું છે. (Mumbai Weather remains Cloudy) હવામાન વિભાગ પ્રમાણે, 11 અને 12 ફેબ્રુઆરીના રોજ મુંબઈનું આકાશ બપોરથી જ વાદળછાયું જોવા મળશે. જો કે, મુંબઈમાં વરસાદ પડવાની શક્યતા ન જેવી છે, પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં ઠંડીની સીઝન પૂરી થવામાં છે. હવામાન વિભાગના વિશેષજ્ઞોએ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાથી જ તાપમાન વધવાના સંકેત આપી દીધા છે. આ દરમિયાન, મુંબઈ તેમજ આસપાસના ક્ષેત્રોમાં એકાએક વાદળોનું આગમન થઈ શકે છે.
હવામાન વિભાગે આપ્યો અંદાજ
પ્રાદેશિક હવામાન વિભાગના નિયામક સુનીલ કાંબલેએ જણાવ્યું હતું કે જ્યારે દેશના પૂર્વ અને ઉત્તરીય ભાગોમાંથી આવતા પવનો મળે છે ત્યારે ઉપરોક્ત સમીકરણ રચાય છે. રવિવાર અને સોમવારે બપોર બાદ આકાશ વાદળછાયું રહેશે. મધ્ય મહારાષ્ટ્રમાં પણ આ જ દ્રશ્ય જોવા મળશે.અમરાવતી, અકોલા, બુલઢાણા, ચંદ્રપુર સહિતના કેટલાક ભાગોમાં વરસાદને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હાલમાં મુંબઈ માટે કોઈ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી કારણ કે અહીં વરસાદની કોઈ શક્યતા નથી. (Mumbai Weather remains Cloudy)
ADVERTISEMENT
મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે
Mumbai Weather remains Cloudy: હવામાન વિભાગના અનુમાન મુજબ, 9 ફેબ્રુઆરીએ મુંબઈ ઉપનગરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, મુંબઈનું મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી ઉપર રહેશે અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી 21 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. ગયા વર્ષે નવેમ્બરની શરૂઆતમાં, જ્યારે મુંબઈમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું હતું, ત્યારે વરસાદે મુંબઈકરોને મોટી રાહત આપી હતી. વરસાદના કારણે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું હતું.
નોંધનીય છે કે મુંબઈની કથળતી જતી ઍર ક્વૉલિટીને લઈને કરાયેલી જનહિતની એક અરજી સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટે બીએમસીને એવો નિર્દેશ આપ્યો હતો કે ખરાબ ઍર ક્વૉલિટીની ફરિયાદ કરી શકાય એ માટે બીએમસી એક વેબ પૉર્ટલ, ઍપ્લિકેશન વિકસાવે જેથી કોઈ પણ મુંબઈગરો તેના વિસ્તારની ઍર ક્વૉલિટી બાબતે એના પર માહિતી મૂકી શકે, ફોટો શૅર કરી શકે અને ફરિયાદ પણ કરી શકે. હાઈ કોર્ટના એ આદેશના પગલે બીએમસીએ હવે Mumbai Air (મુંબઈ ઍર) ઍપ્લિકેશન તૈયાર કરી છે જે હાલ ઍન્ડ્રૉઇડ ફોન પર ડાઉનલોડ કરી શકાય છે. ટૂંક સમયમાં અન્ય ઑપરેટિંગ પ્લૅટફૉર્મ પર પણ એ ઉપલબ્ધ થઈ શકશે.
Mumbai Weather remains Cloudy: કોર્ટના નિર્દેશને ગંભીરતાથી લઈને બીએમસીના પર્યાવરણ વિભાગે લોકો સરળતાથી વાપરી શકે એવી ઍપ્લિકેશન તૈયાર કરી છે. મોબાઇલ ઍપ્લિકેશનથી ફરિયાદ કરી શકાશે અને બીએમસી દ્વારા એ ફરિયાદનું નિરાકારણ કરવા ડૅશ બોર્ડ પણ બનાવાયું હોવાની માહિતી પર્યાવરણ વિભાગના ઇન્ફર્મેશન કમિશનર મનીષ પિંપળેએ આપી છે.
ફરિયાદ કરતી વખતે ફરિયાદનું સ્વરૂપ, ફરિયાદની વિગતો, લોકેશન, રસ્તાનું નામ, વિભાગનું નામ, ફોટો એ બધું જ આપવાનું રહેશે. એટલું જ નહીં, ફરિયાદ કર્યા બાદ એના પર શું પગલાં લેવાયાં એ પણ ઍપ પર જોઈ શકાશે.