Mumbai Weather: મુંબઈ શહેર અને ઉપનગરોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ફાઇલ તસવીર
મુંબઈના હવામાન (Mumbai Weather)ને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ રવિવારે મુંબઈ ઉપર સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે. મુંબઈ શહેર અને ઉપનગરોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આજે સવારે 8 વાગ્યે જારી કરવામાં આવેલી આઇએમડીની તાજેતરની હવામાન આગાહી (Mumbai Weather)અનુસાર શહેરમાં છૂટાછવાયા સ્થળોએ 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જે સંભવિત રીતે નીચાણવાળા વિસ્તારો અને મુસાફરોને અસર કરશે. આ સાથે જ તમને જણાવી દઈએ કે રાત્રે 8.33 વાગ્યે 3.12 મીટર ઊંચા ભરતીના મોજાં અને 3.08 વાગ્યે 2.49 મીટર નીચી ભરતીના મોજા રહેશે.
ADVERTISEMENT
આ સાથે જ સોમવારે સવારે 2.56 વાગ્યે બીજી ઓછા દબાણવાળી ભરતીની અપેક્ષા છે, જે લગભગ 1.29 મીટર રહેવાની સંભાવના છે.
પ્રાપ્ત અહેવાલો (Mumbai Weather) અનુસાર છેલ્લા 24 કલાકમાં શનિવારે સવારે 8 વાગ્યાથી આઇલેન્ડ સિટીમાં 11 મીમી વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ પૂર્વીય ઉપનગરોમાં 26 મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં 20 મીમી વરસાદ પડ્યો છે.
ગઇકાલે હવામાન વિભાગે (Mumbai Weather) મુંબઈ માટે યલો એલર્ટ 7 જુલાઈ સુધી લંબાવ્યું હતું, જેમાં શહેર અને ઉપનગરોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. આ ચેતવણી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓની સંભાવનાને સૂચવે છે અને આની સાથે જ રહેવાસીઓને સાવચેત રહેવા પણ વિનંતી કરવામાં આવી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે.
હવે વાત કરીએ મુંબઈનાં જળાશયોની. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના આંકડા અનુસાર રવિવારે મુંબઈને પાણી પુરવઠો પૂરો પડતાં સાત તળાવોમાં કુલ પાણીનો જથ્થો 8,62,100 મિલિયન લિટર સુધી પહોંચી ગયો છે. આ સીઝન માટે કુલ જરૂરી સ્ટોકના 59.56 ટકા છે. મધ્ય વૈતરણા તળાવમાં છેલ્લા 24 કલાકમાં સપાટીમાં સૌથી વધુ વધારો-3.40 મીટર નોંધાયો છે-તેના સંગ્રહને 1,38,667 એમએલ અથવા તેની સંપૂર્ણ ક્ષમતાના 71.60 ટકા સુધી લાવ્યો છે. સૌથી વધુ પાણી ધરાવતા અન્ય તળાવોમાં અપર વૈતરણા 71.50 ટકા (1,62,349 એમએલ), મોડક સાગર 75.46 ટકા (97,287 એમએલ) અને તાનસા 60.43 ટકા (87,677 એમએલ) છે. ભાતસામાં 50.19 ટકા ક્ષમતા સાથે 3,59,899 એમએલ છે. વિહાર અને તુલસી, આ નાનાં તળાવો, અનુક્રમે 45.62 ટકા (12,635 એમએલ) અને 44.43 ટકા (3,575 એમએલ) જથ્થો ધરાવે છે.
Mumbai Weather: રહેવાસીઓને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા છે. માટે જ જરૂરી વસ્તુઓ તૈયાર રાખવાની અને રેલ અને માર્ગની સ્થિતિ અંગે નવીનતમ અપડેટ્સ વિશે માહિતગાર રહેવાની સલાહ આપવામાં આવે છે. આઇએમડીએ 6 જુલાઈના રોજ મુંબઈ માટે ચેતવણી જાહેર કરી છે, જેમાં મધ્યમ વરસાદ અને સંભવિત વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, જ્યારે થાણે ઓરેન્જ ચેતવણી હેઠળ છે, જે વધુ તીવ્ર સ્થાનિક વરસાદની શક્યતા સૂચવે છે.

