Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સિગ્નલ બંધ જોઈને ટૅક્સીમાંથી ઊતરવાનું જીવલેણ સાબિત થયું

સિગ્નલ બંધ જોઈને ટૅક્સીમાંથી ઊતરવાનું જીવલેણ સાબિત થયું

Published : 08 September, 2026 07:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિલા ટૅક્સીમાંથી ઊતરી અને સિગ્નલ ગ્રીન થયું, એ જ સમયે BESTની બસ ઊપડી અને મહિલા પૈડાં નીચે આવી ગઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ સેન્ટ્રલ ડેપોની ભાયખલા સ્ટેશનથી વરલી જઈ રહેલી બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગની બસની એડફેટે આવતાં ૬૦ વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું હતું. અકસ્માતની આ ઘટના ગઈ કાલે સવારે ૧૧.૨૫ વાગ્યે વરલીમાં બની હતી. 

BESTના જણાવ્યા અનુસાર બસ વરલી પર સેલ્સ-ટૅક્સ ઑફિસ પાસેનું સિગ્નલ રેડ હોવાથી ઊભી હતી. એ વખતે બસની બાજુમાં ઊભેલી ટૅક્સીમાંથી ૬૦ વર્ષનાં વનમાલા સાબળે રેડ સિગ્નલ જોઈને ઊતર્યાં હતાં. બરાબર એ જ વખતે સિગ્નલ ગ્રીન થતાં બસ-ડ્રાઇવરે બસ આગળ લીધી હતી. વનમાળા સાબળે એ વખતે બસના લેફ્ટ સાઇડના પાછળના ટાયર હેઠળ આવી જતાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેમના માથામાંથી અને કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું. બસનો કન્ડક્ટર તેમને તરત જ નાયર હૉસ્પિટલમાં લઈ ગયો હતો. જોકે હૉસ્પિટલના ડૉક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કર્યાં હતાં. 



પોલીસે ડ્રાઇવર વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે, જ્યારે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે ઘટનાની નોંધ લઈને ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK