Mumbai: એક સગીર છોકરાએ એક માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યો. પોલીસે આરોપીને અટકમાં લીધો છે. પોલીસે કહ્યું કે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે.
પોક્સો (પ્રતીકાત્મક તસવીર)
Mumbai: એક સગીર છોકરાએ એક માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યો. પોલીસે આરોપીને અટકમાં લીધો છે. પોલીસે કહ્યું કે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે.
મુંબઈ, સાકીનાકા થાણા ક્ષેત્રમાં 16 વર્ષના સગીર છોકરા પર ત્રણ વર્ષની માસૂમ બાળકીના બળાત્કારનો આરોપ મૂક્યો છે. છોકરો અને છોકરી અલગ-અલગ ધર્મના છે. સગીર છોકરીને મેડિકલ માટે લઈ જવામાં આવી છે. પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પર પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છોકરાઓ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.
ADVERTISEMENT
9મા ધોરણમાં ભણે છે આરોપી
માહિતી પ્રમાણે, સગીર આરોપી નવમા ધોરણમાં ભણે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરીનો પરિવાર લગભગ 15 દિવસ પહેલા જ મુંબઈ શિફ્ટ થયો હતો. આ પહેલા તેઓ સોલાપુરમાં રહેતા હતા. પોલીસની ટીમે છોકરીનું મેડિકલ મુંબઈના રાજાવાડી હૉસ્પિટલમાં કરાવ્યું છે.
અન્ય ક્રાઈમ સમાચાર
કિશોરી સાથે દુષ્કર્મના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ
અગાઉ, નવી મુંબઈ પોલીસે પાડોશમાં રહેતી 17 વર્ષની છોકરી પર વારંવાર બળાત્કાર કરવા અને તેને ગર્ભાધાન કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. એપીએમસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે ફરિયાદના આધારે શુક્રવારે ભારતીય દંડ સંહિતા અને બાળકોના જાતીય અપરાધોથી રક્ષણ (પોક્સો) એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
તેણે જણાવ્યું કે આરોપી વાશીના કોપરી ગામમાં એ જ બિલ્ડિંગમાં રહેતો હતો જેમાં પીડિતા રહેતી હતી. અધિકારીએ જણાવ્યું કે આરોપીએ વર્ષ 2020થી પીડિતા સાથે તેના ઘરમાં ઘણી વખત બળાત્કાર કર્યો હતો. પીડિતા ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું જાણવા મળતાં તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
ડોક્ટરે મહિલાની છેડતી કરી
બીજી તરફ, નવી મુંબઈની હોસ્પિટલમાં સારવાર દરમિયાન પુત્રના મૃત્યુ માટે ડૉક્ટરને જવાબદાર ગણાવનાર 56 વર્ષીય મહિલાની છેડતી કરવા બદલ ડૉક્ટર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે સીબીડી બેલાપુરની રહેવાસી મહિલાના પુત્રનું આ વર્ષે 30 મેના રોજ મૃત્યુ થયું હતું.
કલકત્તાની મેડિકલ કૉલેજમાં પણ થયો લેડી ડૉક્ટર પર બળાત્કાર
કલકત્તાની એક મેડિકલ કૉલેજમાં જૂનિયર લૅડી ડૉક્ટર પર બળાત્કાર બાદ તેની કરપીણ હત્યાના કેસમાં આજે દેશભરના રેસિડન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતરી જવાના છે. ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા રેસિડન્ટ ડોક્ટર્સ અસોસિએશને આજે આખા દેશમાં હડતાળનું એલાન કર્યું છે. તમામ સરકારી હૉસ્પિટલોના રેસિડન્ટ ડૉક્ટરોને તેમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.
આ લૅડી ડૉક્ટરની હત્યાના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે પણ ડૉક્ટરોએ માગણી કરી છે કે આ હત્યા અને બળાત્કારના કેસમાં એક કરતાં વધારે આરોપી હોઈ શકે છે. શુક્રવારે લૅડી ડૉક્ટરનો મૃતદેહ મેડિકલ કૉલેજના સેમિનાર હૉલમાંથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું છે કે હત્યા કરતાં પહેલાં તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ આરોપીને ફાંસીની સજા કરવાની માગણી કરી છે અને જણાવ્યું છે કે પીડિતાનો પરિવાર આ કેસની તપાસ સેન્ટ્રલ એજન્સીને સોંપવા માગતો હોય તો એનો વિરોધ કરવામાં નહીં આવે.