હવે ઍરપોર્ટ તરફનો આ કનેક્ટેડ બ્રિજ ખૂલી જતાં બન્ને તરફ વાહનો સડસડાટ નીકળી જતાં રોજની ટ્રાફિક જૅમની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.
દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા તૈયાર કરાયેલા સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ (SCLR)નું ઍરપોર્ટ તરફ લઈ જતું એક્સ્ટેશન ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકાર્પણ કર્યું હતું. આ એક્સ્ટેશન પર ૧૦૦ મીટરનો તીવ્ર વળાંક ધરાવતો એશિયાનો સૌથી પહેલો કેબલ-સ્ટેય્ડ બ્રિજ પણ છે. આ બ્રિજને કારણે ટ્રાફિક જૅમની મોટી સમસ્યાનો ઉકેલ મળી ગયો છે. હવે ઍરપોર્ટ તરફનો આ કનેક્ટેડ બ્રિજ ખૂલી જતાં બન્ને તરફ વાહનો સડસડાટ નીકળી જતાં રોજની ટ્રાફિક જૅમની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.
MMRDAએ કલાનગર (બાંદરા-ઈસ્ટ)થી બાંદરા-વરલી સી-લિન્કને જોડતા ફ્લાયઓવરના ધારાવી તરફના કેબલ સ્ટેય્ડ બ્રિજનું પણ ગઈ કાલે ઉદ્ઘાટન કર્યું હતું. એથી હવે ધારાવીથી દિક્ષણ મુંબઈ એ બ્રિજથી આવ-જા કરી શકાશે.


