Mumbai News : કુર્લા-વેસ્ટમાં આવેલ એક 12 માળની ઈમારતમાં આગ લાગી હતી. આ બહુમાળી ઇમારતમાં ભીષણ આગની ઘટના શુક્રવારની મધ્યરાત્રીએ બની હતી. આ બિલ્ડિંગમાંથી 50થી વધુ રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
Mumbai News: મુંબઈની ઇમરતોમાં આગ લાગવાની ઘટના (Fire Accident) અવારનવાર બનતી હોય છે. આવી જ એક દુર્ઘટના કુર્લા-વેસ્ટમાં આવેલ એક 12 માળની ઈમારતમાં બની હતી. આ બહુમાળી ઇમારતમાં ભીષણ આગની ઘટના શુક્રવારની મધ્યરાત્રીએ બની હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગના કર્મીઓ દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ ભીષણ રૂપ લઈ રહેલી આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.
આગની જાત થતાં જ તરત પહોંચી ગયેલા ફાયર બ્રિગેડે આ બિલ્ડિંગમાંથી 50થી વધુ રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટના કુર્લા-વેસ્ટમાં કોહિનૂર હોસ્પિટલની સામે આવેલા સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) બિલ્ડિંગમાં બની હતી.
ADVERTISEMENT
BMCના ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર આ આગ ગ્રાઉન્ડફ્લોરથી લઈને છએક 12મા માળ પર રહેલ વીજ વાયરિંગ, ભંગારની સામગ્રી વગેરેમાં ફેલાઈ હતી. જેને કારણે તે વધુ વિકરાળ બની હતી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું કે આગમાં ગૂંગળામણને કારણે 43 રહેવાસીઓની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. તેમાંથી 39ને મુંબઈની (Mumbai News) સિવિલ સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં અને બાકીના ચાર લોકોને કોહિનૂર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી 29 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે.
હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓમાંથી 10 રહેવાસીઓને તબીબી સલાહ પર રજા આપવામાં આવી છે. જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. કોહિનૂર હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોને સારવાર આપીને ઘરે રજા આપવામાં આવી છે. ફાયર ફાઇટરોએ બિલ્ડિંગનો વીજ પુરવઠો કાપી નાખ્યા બાદ આગને કાબુમાં લીધી હતી.
શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિ દરમિયાન મુંબઈ (Mumbai News)ના કુર્લા (પશ્ચિમ)માં એક બિલ્ડિંગમાં આ રીતે ભીષણ આગ લાગવાથી 39 લોકો ઘાયલ થયા છે. કુર્લા-વેસ્ટમાં કોહિનૂર હોસ્પિટલની સામે આવેલા બિલ્ડીંગ નંબર 7, ઇ વિંગમાં રાત્રે 12:14 વાગ્યાની આસપાસ આગ લાગવાની જાણ થઈ હતી. લેવલ-L1 પરથી શરૂ થયેલી આ આગ ધીમે ધીમે કરીને ગ્રાઉન્ડ ફ્લોરથી 12મા માળ સુધી ફેલાઈ હતી. આ જ કારણોસર આ આગે ગ્રાઉન્ડ ફ્લોર તેમ જ ઉપરના 12મા માળને વધુ અસર કરી હતી.
આવી જ એક આગની ઘટના ત્રણ મહિના પહેલા પં બની હતી. દક્ષિણ મુંબઈ (Mumbai News)ના ગિરગાંવ વિસ્તારમાં કમ્બલ્લા હિલ વિસ્તારના ભુલાભાઈ દેસાઈ રોડ સ્થિત બ્રીચ કેન્ડી એપાર્ટમેન્ટમાં 15 માળની ઈમારતના 11મા માળે આગની લાગી હતી. આગની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ આગ લેવલ-1ની આગ તરીકે ઓળખવામાં આવી હતી. આગ ગ્રાઉન્ડ તેમ જ 15 માળની ઇમારતના 11મા માળે ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇન્સ્ટોલેશન, ઘરની વસ્તુઓ, પથારી, કપડાંમાં ફેલાઈ હતી. જેને કારણે ખૂબ જ નુકસાન થયું હતું.

