Mumbai News: જાહેર આરોગ્ય વિભાગ દ્વારા પહેલેથી જ 13 નવા હીટસ્ટ્રોકના કેસ નોંધવામાં આવ્યા છે. ગયા વર્ષની સરખામણી હીટ સ્ટ્રોકના કેસોમાં 15 ટકાથી 20 ટકાનો વધારો થયો છે.
હીટસ્ટ્રોકની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- હજુ સુધી હીટસ્ટ્રોકને કારણે કોઈ વ્યક્તિના મૃત્યુ થયા નથી
- બીડમાં સૌથી વધુ કેસ એટલે કે ચાર કેસ છે
- ડિહાઇડ્રેશન, ગેસ્ટ્રોએન્ટેરિટિસ અને લૂ લાગવાના પણ કેસ વધી રહ્યા છે
મહારાષ્ટ્રના છેલ્લા થોડાક દિવસોથી અસહ્ય ગરમી પડી રહી છે. આ વચ્ચે જ મુંબઇ (Mumbai News) સહિત મહારાષ્ટ્રના રહેવાસીઓને કાળઝાળ ગરમીનો સામનો કરવાની ફરજ પડી છે. તમને જણાવી દઈએ કે ગરમીનો પારો વધતાંની સાથે જ મુંબઈમાં હીટસ્ટ્રોકના મામલામાં પણ ધરખમ વધારો નોંધાયો છે.
મુંબઈમાં કેટલા વધ્યા હીટસ્ટ્રોકના કેસ?
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર જાહેર આરોગ્ય વિભાગ દ્વારા પહેલેથી જ 13 નવા હીટસ્ટ્રોકના કેસ નોંધવામાં આવ્યા છે. જો ગયા વર્ષની સરખામણી કરવામાં આવે તો તમને ખ્યાલ આવશે કે હીટ સ્ટ્રોકના કેસોમાં 15 ટકાથી 20 ટકાનો વધારો (Mumbai News) જોવા મળ્યો છે. સદનસીબે હજુ સુધી હીટસ્ટ્રોકને કારણે કોઈ વ્યક્તિના મૃત્યુ થયા નથી. છતાં પણ એવું જરૂર કહી શકાય કે મુંબઈમાં ઉનાળાની શરૂઆત જ આવી થઈ છે તો આગામી દિવસોમાં શું થશે?
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયા કેસ
તમને જણાવી દઈએ કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓ (Mumbai News)માં હીટવેવના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. બીડમાં સૌથી વધુ કેસ એટલે કે ચાર છે. ત્યારબાદ રાયગઢમાં બે છે. અત્યાર સુધીમાં અહમદનગર, અકોલા, અમરાવતી, ભંડારા, ચંદ્રપુર, સાતારા અને ધુળેમાં એક-એક કેસ આવ્યો છે.
આરોગ્ય વિભાગ થયું સતર્ક
આરોગ્ય અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે તેમના વિભાગે તબીબી અધિકારીઓને હીટસ્ટ્રોકના કેસ પર નજીકથી નજર રાખવા અને ઉનાળામાં શું કરવું અને શું ન કરવું તે અંગે લોકોને જાગૃત કરવા નિર્દેશ આપ્યો છે.
અનેક બિમારીઓના વધી રહ્યા છે કેસ
Mumbai News: ન માત્ર હીટસ્ટ્રોકની પરંતુ તેની સાથે અનેક બિમારીઓ થવા લાગી છે. આ સાથે જ આરોગ્ય વિભાગે નોંધ્યું છે કે દર્દીઓનું હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ માર્ચના પ્રથમ સપ્તાહથી વધવાનું શરૂ થયું છે. એક અધિકારીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, “વધતી હીટને કારણે ગરમીનો થાક, ડિહાઇડ્રેશન, ગેસ્ટ્રોએન્ટેરિટિસ અને લૂ લાગવાના અનેક કેસ પણ નોંધાઈ રહ્યા છે.”
મહારાષ્ટ્ર (Mumbai News)માં વધતા તાપમાનના કારણે હીટ વેવના વધતાં કેસોએ ચિંતા વધારી છે. છેલ્લા બે અઠવાડિયાથી મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ દિવસનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર નોંધાઈ રહ્યું છે.
શું કહી રહ્યા છે ડોકટરો?
એક અહેવાલ મુજબ રાજ્ય સંચાલિત જેજે હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું હતું કે, “ગયા વર્ષની સરખામણીમાં હીટસ્ટ્રોકના કેસોમાં 15-20 ટકાનો વધારો થવો એ ચિંતાજનક છે. ગરમી સંબંધિત બિમારીઓ વિશે જાગૃતિ કેળવવી અને લોકોને હાઇડ્રેટેડ રહેવા, છાંયડો મેળવવા અને ઊંચા તાપમાનના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાનું ટાળવા માટે પ્રોત્સાહિત કરવું જરૂરી છે, ખાસ કરીને પીક અવર્સ દરમિયાન લોકોએ સાવચેત અને સુરક્ષિત રહેવાની ખાસ જરૂર છે.”