° °

આજનું ઇ-પેપર
Sunday, 05 February, 2023


સેન્ટ્રલ અને વેસ્ટર્નમાં ટ્રેનોના ધાંધિયા, પ્રવાસીઓએ હાડમારી ભોગવવી પડી

08 December, 2022 08:37 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેન્ટ્રલ રેલવેમાં સવારના પીક-અવર્સમાં ૭.૧૦ વાગ્યે આંબિવલી અને ટિટવાલા વચ્ચે સિગ્નલ બગડી ગયું હતું

ટ્રેન લેટ થતાં પ્રવાસીઓ ટ્રૅક પર ચાલીને વસઈ સ્ટેશન પર પહોંચ્યા હતા. મહિલાઓને ઊતરવામાં પુરુષોએ મદદ કરી હતી.  ઉમેશ પટેલ

ટ્રેન લેટ થતાં પ્રવાસીઓ ટ્રૅક પર ચાલીને વસઈ સ્ટેશન પર પહોંચ્યા હતા. મહિલાઓને ઊતરવામાં પુરુષોએ મદદ કરી હતી. ઉમેશ પટેલ

મુંબઈ : મુંબઈની લાઇફ-લાઇન ગણાતી લોકલ ટ્રેનના પ્રવાસીઓએ ગઈ કાલે હાડમારી ભોગવવી પડી હતી. સેન્ટ્રલમાં સિગ્નલ ફેલ્યરને કારણે અને વેસ્ટર્નમાં પ્રવાસીનો અકસ્માત થતાં ટ્રેનો ૧૦થી ૧૫ મનિટિ મોડી દોડી રહી હતી.

સેન્ટ્રલ રેલવેમાં સવારના પીક-અવર્સમાં ૭.૧૦ વાગ્યે આંબિવલી અને ટિટવાલા વચ્ચે સિગ્નલ બગડી ગયું હતું એટલે ટ્રેનો અટકી પડી હતી. રેલવેના મેઇન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને આ બાબતની જાણ કરતાં તેઓ તરત જ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને ખામી સુધારી લીધી હતી. ૭.૨૫ વાગ્યે ફરી​ એ ટ્રૅક પરથી ટ્રેનો આગળ છોડવામાં આવી હતી. જોકે એને કારણે પાછળની ટ્રેનો પણ લેટ પડી હતી અને સેન્ટ્રલનાં આગળનાં સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ થઈ ગઈ હતી.

વેસ્ટર્ન રેલવેમાં ગઈ કાલે વસઈ પાસે બે અકસ્માત થયા હતા. એક સવારના સમયે અને બીજો બપોરના ૨.૨૦ વાગ્યાની આસપાસ. એમાં બે વ્યક્તિ ટ્રૅક પર પડી ગઈ હતી. બપોરે થયેલા ઍક્સિડન્ટ વખતે બૉડી હટાવવા માટે ૨૦ મિનિટ જેટલો સમય લાગી ગયો હતો. એથી એકની પાછળ એક ટ્રેનો ઊભી રહી ગઈ હતી. જોકે બૉડી હટાવ્યા બાદ ટ્રેનો ફરી ચાલુ થઈ હતી. ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા લોકોને એ વિશે જાણ ન કરાઈ હોવાથી તેઓ ટ્રેનમાંથી ઊતરીને સ્ટેશન પર પહોંચ્યા હતા. 

08 December, 2022 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

માથેરાનના પ્રવાસીઓને સેન્ટ્રલ રેલવેએ આપી વિશેષ સુવિધા

સેન્ટ્રલ રેલવે દ્વારા એના મુસાફરોના લાભ માટે માથેરાનની ટૉય ટ્રેનમાં વિશેષ એસી સલૂન કોચ જોડવામાં આવશે.

04 February, 2023 08:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

Mumbai- જોગેશ્વરી સ્ટેશન પર 3/4 ફેબ્રુઆરી 2023ના રોજ આ સમયે હશે મેજર બ્લૉક

પશ્ચિમ રેલવેએ કહ્યું કે શુક્રવાર અને શનિવારની રાતે એટલે 3 અને 4 ફેબ્રુઆરીના રૂટ રિલે ઈન્ટરલૉકિંગ (આરઆરઆઈ) પેનલને ઇલેક્ટ્રૉનિક ઈન્ટરલૉકિંગ (RRI)માં બદલવા માટે એક મોટું બ્લૉક લેવામાં આવશે.

03 February, 2023 07:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

ટૂંક સમયમાં જ થાણે અને ઐરોલી વચ્ચે શરૂ થશે દીધા સ્ટેશન, જાણો વિગતો

સેન્ટ્રલ રેલવેને આવતા મહિનાની શરૂઆતમાં દીઘા (Digha Station)માં એક નવું સ્ટેશન મળવાની શક્યતા છે. થાણે-પનવેલ ટ્રાન્સ હાર્બર લાઈનમાં બનતા આ સ્ટેશન પર મુંબઈ રેલ વિકાસ નિગમ (MRVC)એ 200 કરોડની લાગતમાં કામ પૂરું કરી લીધું છે.

03 February, 2023 06:21 IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK