રિયલ એસ્ટેટ ડેટા ઍનાલિટિકિલ ફર્મ CRE મેટ્રિક્સના જણાવ્યા મુજબ ૩૦ માર્ચે આ સોદાનું રજિસ્ટ્રેશન થયું હતું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બોરીવલીમાં આવેલી મુંબઈ ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીએ એનો ૩.૮૪ એકરનો ફ્રીહોલ્ડ પ્લૉટ રિષબરાજ એસ્ટેટ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડને ૫૩૯.૨૫ કરોડમાં વેચ્યો છે. રિયલ એસ્ટેટ ડેટા ઍનાલિટિકિલ ફર્મ CRE મેટ્રિક્સના જણાવ્યા મુજબ ૩૦ માર્ચે આ સોદાનું રજિસ્ટ્રેશન થયું હતું, જેના અંતર્ગત ૩૨.૫૫ કરોડની સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવવામાં આવી હતી.
શાને ખરીદ્યો ૧૦ કરોડનો બંગલો
રિયલ એસ્ટેટની બીજી એક ડીલ પ્લેબૅક સિંગર શાંતનુ મુખરજી ઉર્ફે શાન અને તેની પત્ની રાધિકા મુખરજીએ કરી હતી. તેમણે પુણેના પ્રભાચી વાડીમાં અંદાજે ૦.૪ હેક્ટરમાં ફેલાયેલો લક્ઝરી બંગલો ૧૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. દંપતીએ ૫૦ લાખ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી ભરી હતી અને રજિસ્ટ્રેશન ફીના ૩૦,૦૦૦ ભર્યા હતા.

