મુંબઈનું મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું અને ભેજ ૫૦થી ૮૦ ટકા જેટલો રહ્યો હતો. આવું વાતાવરણ હજી એક અઠવાડિયું રહેશે એવી આગાહી હવામાન ખાતાએ કરી હતી.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
લાંબી ઇનિંગ્સ બાદ વરસાદે વિરામ લેતાં મુંબઈમાં ઉકળાટ વધી ગયો છે. સામાન્ય રીતે મુંબઈમાં ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે, જ્યારે સોમવારે માત્ર ૫.૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં મુંબઈગરાઓને ગરમી અને ઉકળાટનો અનુભવ થયો હતો. મુંબઈનું મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું અને ભેજ ૫૦થી ૮૦ ટકા જેટલો રહ્યો હતો. આવું વાતાવરણ હજી એક અઠવાડિયું રહેશે એવી આગાહી હવામાન ખાતાએ કરી હતી.


