Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Crime News: મુંબઈના દરિયાકિનારે માથા વગરની ડૅડબૉડી મળી આવતાં ચકચાર- મર્ડરની આશંકા

Mumbai Crime News: મુંબઈના દરિયાકિનારે માથા વગરની ડૅડબૉડી મળી આવતાં ચકચાર- મર્ડરની આશંકા

Published : 10 February, 2026 09:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Crime News: સાન્તાક્રુઝમાં જૂહુના કોલીવાડા બીચ પર એક કોથળો મળી આવ્યો હતો, જેમાં આશરે ૩૦ વર્ષના એક શખ્સની ડૅડબૉડી મળી આવી હતી. માથા વગરનું શરીર મળી આવતાં જ ચકચાર મચી જવા પામી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાંથી હચમચાવી મૂકે એવા સમાચાર (Mumbai Crime News) પ્રાપ્ત થઈ રહ્યા છે. સાન્તાક્રુઝમાં જૂહુના કોલીવાડા બીચ પર એક કોથળો મળી આવ્યો હતો, જેમાં આશરે ૩૦ વર્ષના એક શખ્સની ડૅડબૉડી મળી આવી હતી. માથા વગરનું શરીર મળી આવતાં જ ચકચાર મચી જવા પામી છે. 

મર્ડરની આશંકા વ્યક્ત કરી પોલીસે



મળતી માહિતી અનુસાર જૂહુના કોલીવાડા લૅન્ડિંગ પોઇન્ટ બીચ પર ગઇકાલે એક શખ્સની માથા વગરની ડૅડબૉડી મળી આવી હતી. આ શખ્સની વય આશરે ચાલીસથી પિસ્તાળીસની હોય એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ ડૅડબૉડી થોડેઘણે અંશે સડી પણ ગયેલી જણાઈ રહી છે. માથા વગરનું ધડ મળી આવતા પોલીસતંત્ર અલર્ટ થઈ ગયું છે અને તપાસ ચાલુ કરી છે. હાલમાં તો પોલીસને આ મામલે મર્ડરની આશંકા છે. પોલીસે કહ્યું હતું કે આ શખ્સની હત્યા (Mumbai Crime News) કરવામાં આવી હોઇ મર્ડરના તમામ પુરાવાઓ ભૂંસી નાખવાના પ્રયાસમાં ડૅડબૉડીથી માથું અલગ કરી દેવામાં આવ્યું હોઇ શકે. માથા વગરના ધડને કોથળામાં ભરીને દરિયામાં ફેંકવામાં આવ્યું હોવાની પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે.


પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યો હતો મૃતદેહ

આ મામલે પોલીસ જણાવી રહી છે કે જૂહુ ચૌપાટી પર જેટ્ટી પાસે પેટ્રોલિંગ ડ્યુટી પર રહેલા કોન્સ્ટેબલ અશોક ગોજરેને ગઇકાલે સવારે આશરે સાડા નવ વાગ્યે આ ડૅડબૉડી મળી આવી હતી. તેઓને લગભગ ચાલીસેક મીટર દૂર એક બ્લૂ પોલિથીનનો કોથળો નજરે ચઢ્યો હતો. ત્યારબાદ તેઓએ આ કોથળો પાણીમાંથી બહાર કાઢ્યો હતો. કોથળામાં કશુંક આજુગતી વસ્તુ હોવાની તેઓને શંકા ગઈ હતી. પોલીસ કોન્સ્ટેબલે તરત જ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના (Mumbai Crime News) ડે શિફ્ટ સુપરવાઇઝર પોલીસ ઇન્સ્પેક્ટર ભૂષણ મોરેને આ બાબતે જાણ કરી હતી. આ વિશે માહિતી મળતા જ અન્ય પોલીસ સ્ટાફ અને લાઇફગાર્ડની ટીમ બીચ પર આવી ગઈ હતી. પોલીસની હાજરીમાં લાઇફગાર્ડ દ્વારા બ્લૂ પોલિથીનનો કોથળો ચીરવામાં આવ્યો હતો. અને ત્યારે અંદરથી કોઈ પુરુષનું ધડ મળી આવ્યું હતું.


તપાસમાં જણાઇ આવ્યું હતું કે લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી મૃતદેહ કોહવાઈ ગયો હતો. વળી મૃતદેહ પર ઘાના નિશાન પણ મળી આવ્યા હતા. સાંતાક્રુઝ પોલીસે ગઇકાલે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની વિવિધ કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિ સામે એફઆઈઆર નોંધી છે. આ કેસ વિશે સઘન તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. 

અનિલના ખોવાઈ જવાની ફરિયાદ તેના પરિવારજનોએ નોંધાવી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર આ મૃતદેહ (Mumbai Crime News) અનિલ ગૌડનો છે. અનિલની પત્નીએ ચોથી ફેબ્રુઆરીએ અનિલના ગુમ થઈ જવાની કમ્પ્લેઇન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. અનિલના હત્યારા સુધી પહોંચવા માટે હાલમાં પોલીસ અનિલની છેલ્લી ગતિવિધિઓ, ફોનકૉલની વિગતો, નાણાકીય વ્યવહારો અને સંબંધોની તપાસ કરવામાં આવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK