મલાડ (Malad) પૂર્વના અપ્પા પાડા વિસ્તારમાં સોમવારે બપોરે આગ લાગ્યા બાદ ઝૂંપડપટ્ટીમાંથી ધુમાડો નીકળ્યો હતો. આગના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળ્યા છે. જો કે આ ઘટનામાં હજી સુધી કોઈને ઈજા કે જાનહાનિની કોઈ માહિતી મળી નથી.

પ્રતીકાત્મક તસવીર

આજે એટલે કે સોમવારે 13 માર્ચ 2023ના રોજ સવારે જોગેશ્વરી વિસ્તારમાં પણ રિલીફ રોડ પેટ્રોલ પંપની સામે આવેલા ઘાસ કમ્પાઉન્ડમાં પણ આગ લાગવાની માહિતી સામે આવી હતી. નોંધનીય છે કે અહીં ફર્નિચરના ગોડાઉનમાં સવારે 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી હતી.
જોગેશ્વરીમાં ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોઈ ઈજાઓ નોંધાઈ નથી.
Another massive fire in Malad East area - flames can be seen rising up with loud blast noises coming. Hope no major casualties pic.twitter.com/f0kIrlHBH5
— Kevin (@iamkevins) March 13, 2023
ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેવલ 3માં આગની જાણ કરવામાં આવી છે અને સવારે 11.21 વાગ્યે.
આ પણ વાંચો : મુંબઈના ઓશિવારા વિસ્તારમાં ફર્નિચર માર્કેટમાં લાગી આગ, ૨૫ દુકાનો બળીને ખાખ
"ફર્નિચર ગોડાઉનમાં આગની જાણ મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી," BMC અધિકારીએ જણાવ્યું હતું.