આના કારણે મુંબઈના કચરાનો નિકાલ સારી રીતે અને ઝડપી થઈ શકશે
તસવીરો : કીર્તિ સુર્વે પરાડે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન એની ૧૫ વર્ષ જૂની ૧૩૦૦ કચરાગાડીને તબક્કાવાર વધુ કૅપેસિટી અને લીકપ્રૂફ એવી ૮૦૦ ટ્રક સાથે બદલાવી રહી છે, જેમાં ઇલેક્ટ્રિક ટ્રકનો પણ સમાવેશ થાય છે. આના કારણે મુંબઈના કચરાનો નિકાલ સારી રીતે અને ઝડપી થઈ શકશે. નવી ટ્રકોમાં લાર્જ, મીડિયમ અને સ્મૉલ ટ્રક અનુક્રમે પીળા, સફેદ અને કાળા રંગની હશે. એ ઉપરાતં નાની ઇલેક્ટ્રિક ગાડીઓ કિચન-વેસ્ટ ઊંચકી જવા આવશે. BMCના હેડક્વૉર્ટર સામે ગઈ કાલે અશોક લેલૅન્ડની નવી કચરાગાડી ઇન્સ્પેક્શન માટે આવી હતી.


