Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુકેશ અંબાણીએ જાહેર કરી અનંત-રાધિકાનાં લગ્નની તારીખ, આ દિવસે ફેરા ફરશે કપલ

મુકેશ અંબાણીએ જાહેર કરી અનંત-રાધિકાનાં લગ્નની તારીખ, આ દિવસે ફેરા ફરશે કપલ

Published : 02 October, 2023 05:24 PM | Modified : 02 October, 2023 05:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani)એ જાન્યુઆરી 2023માં તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે સગાઈ કરી હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani)એ જાન્યુઆરી 2023માં તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે સગાઈ કરી હતી. સગાઈ થઈ ત્યારથી જ તેઓ ઘણીવાર દરેક ફેમિલી ફંક્શનમાં કપલ ગોલ સેટ કરતાં જોવા મળે છે. જોકે, ચાહકો લાંબા સમયથી તેમના લગ્નની તારીખની રાહ જોઈ રહ્યા હતા, જેનો આખરે ખુલાસો થયો છે. વાસ્તવમાં મુકેશ અંબાણીએ અનંત અને રાધિકાના લગ્ન (Anant-Radhika Wedding)ની તારીખ જાહેર કરી દીધી છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખ જાહેર



અંબાણી પરિવારના ફેન પેજ મુજબ, મુકેશ અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખ જાહેર કરી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કપલ વર્ષ 2024માં 10, 11, 12 જુલાઈના રોજ ભવ્ય લગ્ન સમારોહમાં લગ્નના બંધનમાં બંધાશે. જોકે, આ સમાચાર વાસ્તવમાં અંબાણી પરિવારના લાખો ચાહકો માટે એક મોટી અપડેટ છે, જેઓ લાંબા સમયથી રાધિકા અને અનંતના લગ્નની તારીખની રાહ જોઈ રહ્યા છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ambani Family (@ambani_update)


ગણેશ ઉત્સવમાં અંબાણી પરિવાર સાથે જોવા મળી રાધિકા મર્ચન્ટ

આ વર્ષે, ગણેશ ચતુર્થીના અવસર પર અંબાણી પરિવારે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ઉદ્યોગની ઘણી જાણીતી હસ્તીઓ હાજરી આપી હતી. જોકે, ગણેશ ચતુર્થીના તહેવારોમાં રાધિકા મર્ચન્ટની તેના મંગેતર અનંત અંબાણીના પરિવાર સાથેની ઝલક જોઈને સૌ કોઈ ખુશ થઈ ગયા હતા. એક ઝલકમાં નીતા અંબાણી તેમની વહુ રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતા સાથે પોઝ આપતાં જોવાં મળ્યાં હતાં.

જ્યારે અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી

આ વર્ષે જાન્યુઆરી 2023માં રાધિકા અને અનંત અંબાણીએ `એન્ટિલિયા` ખાતે તેમના નજીકના લોકો વચ્ચે ગુજરાતી પરંપરાઓને અનુસરીને એકબીજા સાથે સગાઈ કરી હતી. પોતાની સગાઈ માટે રાધિકાએ ફેમસ ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાનો ગોલ્ડન લહેંગા પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

તેણે મેચિંગ દુપટ્ટા અને કમરપટ્ટા સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. રાધિકાએ ડાયમંડ નેકલેસ, મેચિંગ એરિંગ્સ, બંગડીઓ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યું હતું. બીજી તરફ, અનંતે બ્લૂ કલરના કુર્તા-પાયજામા સાથે મેચિંગ એમ્બેલિશ્ડ જેકેટ પહેર્યું હતું.

અંબાણી પરિવારનો વાયરલ વીડિયો

ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ થતો અને અનંત ચતુર્દશીએ પૂરો થતાં ગણેશોત્સવના દસ દિવસ પસાર થઈ ગયા છે અને લગભગ બધાં જ ગણપતિ પંડાલોમાંથી બાપ્પાએ વિદાય લઈ લીધી છે ત્યારે આજે એટલે કે 29 સપ્ટેમ્બર 2023 અનંત ચતુર્દશીના બીજા દિવસે અંબાણી પરિવારમાં ઉજવાયેલા ગણેશોત્સવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ખરેખર જોવા જેવો છે.

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2023 05:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK