જુદાં-જુદાં બૅન્ક-અકાઉન્ટ્સમાં ચાર્જિસ પેટે રકમ ભર્યા બાદ મહિલાને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું
પ્રતીકાત્મક તસવીર
માઝગાવની એક મહિલા સાથે ફેસબુક દ્વારા સાઇબર ફ્રૉડ કરવામાં આવ્યો હતો. એમાં તેની પાસે ઉપલબ્ધ ૭૮૬ સિરીઝની દરેક ૧૦૦ રૂપિયાની નોટ અને એક શીંગડાવાળા ગેંડાની છાપ ધરાવતા ૨૫ પૈસાના સિક્કા બદલ ૬ લાખ રૂપિયા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.
રૅર ગણાતા આ નોટ અને સિક્કા બદલ મોટી રકમ મેળવવાની જાહેરાત ફેસબુક પર જોયા પછી મહિલાએ સ્કૅમરને ફોન કર્યો હતો. મહિલાને રજિસ્ટ્રેશન-ફી, GST અને બીજા ચાર્જિસ મળીને ૮.૪ લાખ રૂપિયા ભરવાનું જણાવવામાં આવ્યું હતું. જુદાં-જુદાં બૅન્ક-અકાઉન્ટ્સમાં ચાર્જિસ પેટે રકમ ભર્યા બાદ મહિલાને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. આ બાબતે ફરિયાદ નોંધીને પોલીસે સ્કૅમરની શોધખોળ શરૂ કરી છે.


