આ બ્રિજ વહેલી તકે ચાલુ કરાય એ માટે માટુંગાના રહેવાસીઓ અપીલ કરી રહ્યા છે. બ્રિજ પરનું કામ પણ હવે લાસ્ટ ફેઝમાં ચાલી રહ્યું છે.
માટુંગાનો ઝેડ બ્રિજ વહેલી તકે શરૂ થશે (તસવીર : આશિષ રાજે)
માટુંગા સેન્ટ્રલ અને માટુંગા રોડ વેસ્ટર્નને જોડતો ‘ઝેડ’ બ્રિજ લોકોને આવવા-જવા માટે બહુ જ અનુકૂળ હતો. જોકે એ નબળો પડતાં એનું રીકન્સ્ટ્રક્શન હાથ ધરાયું હતું અને એ માટે જાન્યુઆરી ૨૦૨૪માં લોકો માટે બંધ કરી દેવાયો હતો. એક વર્ષ થઈ ગયું હોવા છતાં એ બ્રિજ ખુલ્લો ન મુકાયો હોવાથી લોકો હાડમારી ભોગવી રહ્યા છે. એથી આ બ્રિજ વહેલી તકે ચાલુ કરાય એ માટે માટુંગાના રહેવાસીઓ અપીલ કરી રહ્યા છે. બ્રિજ પરનું કામ પણ હવે લાસ્ટ ફેઝમાં ચાલી રહ્યું છે.

