ભોંયરામાં ગૅસ-સિલિન્ડર સ્ટોર કરવામાં આવ્યાં હતાં એટલે ફાયર-બ્રિગેડે વધુ સતર્કતાથી કામ કરીને મોટી દુર્ઘટના ટાળી હતી.
ત્રણ ગોડાઉનો આગની ઝપેટમાં આવતા ઊંચી જ્વાળાઓ દેખાઈ હતી.
મુંબ્રા વિસ્તારમાં મંગળવારે સાંજે એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. કમર્શિયલ સ્ટોરેજ માટે ઉપયોગમાં લેવાતાં ત્રણ ગોડાઉન આગની ઝપેટમાં આવતાં આગની ઊંચી જ્વાળાઓ ઊઠી હતી અને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી એમ થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે સમયસર કાર્યવાહીને કારણે આગ આસપાસનાં ગોડાઉનોમાં ફેલાતી અટકાવી શકાઈ હતી. જે ગોડાઉનમાં આગ લાગી હતી એના ભોંયરામાં ગૅસ-સિલિન્ડર સ્ટોર કરવામાં આવ્યાં હતાં એટલે ફાયર-બ્રિગેડે વધુ સતર્કતાથી કામ કરીને મોટી દુર્ઘટના ટાળી હતી.


