લોકોએ તેને ટોકીને આ વિચિત્ર હરકત વિશે સવાલ કર્યો તો તેણે ડાયાબિટીઝ હોવાનું બહાનું આગળ ધર્યું
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
સાંતાક્રુઝ સ્ટેશન પરના ઓવરબ્રિજ પર રાતે એક વ્યક્તિ જાહેરમાં બધાના દેખતાં પેશાબ કરતો જોવા મળ્યો હતો. તેના આવા વર્તન બદલ પ્રશ્નો પૂછનારાઓ સાથે જીભાજોડી કરીને પોતાને ડાયાબિટીઝ થયો હોવાનું બહાનું એ પુરુષે આગળ ધર્યું હતું.
આખા બનાવનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો ત્યાર બાદ સોશ્યલ મીડિયામાં િસવિક સેન્સ એટલે કે જાહેરમાં કઈ રીતે વર્તન કરવું જોઈએ તથા જાહેર સ્વચ્છતાનો મુદ્દો ચગ્યો હતો. અમુક લોકોએ એ વ્યક્તિ ડાયાબિટીઝનો પેશન્ટ હોવાથી પેશાબ રોકી ન શકવાનો પ્રશ્ન હોવાથી તેના પ્રત્યે સહાનૂભૂતિ વ્યક્ત કરી હતી, જ્યારે અમુક લોકોએ આ ઘટનાને વખોડીને જાહેરમાં પેશાબ કરવાની હરકતને વલ્ગર ગણાવીને એ વ્યક્તિ ખરેખર નશામાં હોવાનો આરોપ મૂક્યો છે.
ADVERTISEMENT
ન્હાવા-શેવા પોર્ટ પર ૯૨.૮૦ કરોડની ઈ-સિગારેટ પકડાઈ
જવાહરલાલ નેહરુ કસ્ટમ હાઉસ (JNCH), ન્હાવા શેવા ખાતે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ઍન્ડ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ (SIIB)ના ઇમ્પોર્ટ વિભાગે ફર્નિચર તરીકે જાહેર કરીને ઇમ્પોર્ટ કરાયેલાં બે કન્ટેનરમાં છુપાવાયેલી આશરે ૯૨.૮૦ કરોડ રૂપિયાની ૧.૧૬ લાખ પ્રતિબંધિત ઈ-સિગારેટ અને વેપનો જથ્થો જપ્ત કર્યો હતો.
