નાગપુરથી લખનૌ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (Indigo Flight)ટેક્નિકલ ખામીના કારણે નાગપુરમાં જ પાછી લેન્ડ કરવી પડી હતી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ: નાગપુરથી લખનૌ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (Indigo Flight)ટેક્નિકલ ખામીના કારણે નાગપુરમાં જ પાછી લેન્ડ કરવી પડી હતી.
ADVERTISEMENT
ઇન્ડિગોની નાગપુર-લખનૌ ફ્લાઇટ શંકાસ્પદ ક્ષણિક ટેકનિકલ ખામીને પગલે સોમવારે ટેકઓફ કર્યા પછી તેના મૂળ સ્થાને પાછી આવી હોવાનું કહેવાય છે. પાઇલોટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓનું પાલન કર્યું અને નાગપુર એરપોર્ટ પર સલામત રીતે મુસાફરો સાથે પ્લેન પરત લાવ્યું.
આ ઘટના બનતાં જ સવાર તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે એરલાઈન્સનું કહેવું છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે.


