મુંબઈ(Mumbai)માં માનસિક રીતે અશક્ત યુવતી પર ત્રણ સગીર દ્વારા બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પીડિતા શૌચાલયમાં ગઈ હતી ત્યારે આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra)ના મુંબઈ(Mumbai)માં માનસિક રીતે અશક્ત યુવતી પર ત્રણ સગીર દ્વારા બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પીડિતા શૌચાલયમાં ગઈ હતી ત્યારે આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ પીડિતાને ટોયલેટમાં જ પોતાની હવસનો શિકાર બનાવી અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો. આરોપીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો પણ અપલોડ કર્યો હતો. હાલ પોલીસે સગીર આરોપીની અટકાયત કરી તેને બાળ ગૃહમાં મોકલી આપ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
સમાચાર અનુસાર, ઘટના મુંબઈના ઘાટકોપર વિસ્તારની છે. જ્યાં માનસિક વિકલાંગ યુવતી શૌચાલયમાં ગઈ હતી. આ દરમિયાન ત્રણ સગીર આરોપીઓએ પીડિતાને પકડીને શૌચાલયની અંદર લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ પીડિતાનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. વીડિયો વાયરલ થયો અને પીડિતાના ભાઈ સુધી પહોંચ્યો. જે બાદ પીડિતાના ભાઈએ તેના પરિવારજનોને આ અંગે જણાવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: મુકેશ અંબાણીના માતા કોકિલા બેને ભાવુક સ્પીચમાં જણાવ્યું કે તે કેમ ભાગ્યશાળી છે!
પરિજનોએ આ ઘટના અંગે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ઘટનાની તપાસ કરી અને સગીર આરોપીની અટકાયત કરી. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.
તાજેતરમાં જ દક્ષિણ મુંબઈની એક સરકારી શાળામાં પણ 5 વર્ષની બાળકી પર કથિત બળાત્કારનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં પણ એક સગીર આરોપી હતો. આરોપ છે કે સગીર છોકરીને પોતાની સાથે લઈ ગયો હતો અને સ્કૂલની બિલ્ડિંગમાં બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આરોપીને પાલઘર જિલ્લાના નાલાસોપારા વિસ્તારમાંથી કસ્ટડીમાં લીધો હતો.

