મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે વિધાનસભામાં ૧૦૦થી ૩૦૦ યુનિટ વીજળી વાપરતા ગ્રાહકોને બિલમાં ૧૭ ટકા રાહત આપવાની જાહેરાત કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર રાજ્યને વીજળી પૂરી પાડતી મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની (MSEDCL)ને સ્ટૉકમાર્કેટમાં લિસ્ટ કરવામાં આવશે એમ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. મહાવિતરણના નામે જાણીતી આ કંપનીને આર્થિક બોજામાંથી બહાર લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે વિધાનસભામાં ૧૦૦થી ૩૦૦ યુનિટ વીજળી વાપરતા ગ્રાહકોને બિલમાં ૧૭ ટકા રાહત આપવાની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણયથી ૯૫ ટકા ગ્રાહકોને ફાયદો થશે. સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને દિવસના સમયે વીજળીના વપરાશમાં ૧૦ ટકાની રાહત આપવામાં આવશે. ગ્રાહકો પ્રી-પેઇડ મીટરનો વિકલ્પ પણ પસંદ કરી શકશે. સબસિડી આપવાને લીધે મહાવિતરણના વધી રહેલા બોજામાં વધારો થયો છે. ખેડૂતોનાં વીજળીનાં બિલ ભરવામાં નથી આવ્યાં એટલે મહાવિતરણ કંપની પર ૭૫,૦૦૦ કરોડ રૂપિયાનો આર્થિક બોજો થઈ ગયો છે. ૨૦૨૩ સુધીમાં મહારાષ્ટ્રમાં બાવન ટકા વીજળી રિન્યુએબલ એનર્જીથી મેળવવાની અપેક્ષા છે.

