મુંબઈ(Mumbai)ના ધારાવી (Dharavi)વિસ્તારમાં અશોક મિલ પરિસરમાં ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે.

પ્રતીકાત્મક તસવીર
મુંબઈ(Mumbai)ના ધારાવી (Dharavi)વિસ્તારમાં અશોક મિલ પરિસરમાં ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. BMC તરફથી મળેલી માહિતી અનુસાર આગ ઈલેક્ટ્રીકલ વાયર, ઈલેક્ટ્રીકલ ઈન્સ્ટોલેશન, મશીનરી અને કપડામાં ફેલાઈ ગઈ હતી. ફાયરની 5 ગાડીઓ સ્થળ પર હાજર છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અશોક મિલ્સ સંકુલમાં સ્થિત ઓછામાં ઓછા ચારથી પાંચ ટેક્સટાઇલ યુનિટ આગની ઘટનાથી પ્રભાવિત થયા હતા. અને એક મહિલાને ઈજા થઈ હતી, જો કે, એ મહિલાએ દમ તોડ્યો છે.
મુંબઈના ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી આગની ઘટનાઓને નાની કટોકટી ગણવામાં આવે છે.
આ પણ વાંચો: Union Budget 2023: સોનું-ચાંદી સહિતની આ વસ્તુઓ થઈ મોંઘી, જાણો શું થયું સસ્તું
અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ચાર ગાડીઓ, ત્રણ મોટા ટેન્કર અને બે ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.