આરોપી દેવેન્દ્ર સૈની અજમેરનો રહેવાસી છે
મુખ્ય આરોપી તરીકે દેવેન્દ્ર સત્યનારાયણ સૈની
મહારાષ્ટ્ર સાઇબર ડિપાર્ટમેન્ટે ૫૮ કરોડ રૂપિયાના ડિજિટલ અરેસ્ટ કેસના કનેક્શનમાં રાજસ્થાનના વૉન્ટેડ યુવકને શોધવા માટે ઇનામ જાહેર કર્યું છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ૭૨ વર્ષની એક વ્યક્તિ સાથે ૫૮ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સાઇબરે આ કેસમાં મુખ્ય આરોપી તરીકે દેવેન્દ્ર સત્યનારાયણ સૈનીની સંડોવણી વિશે માહિતી મળ્યા બાદ એના ફોટો જાહેર કરીને નાગરિકોને વિનંતી કરી હતી કે આ વ્યક્તિ વિશે કોઈ પણ માહિતી પોલીસ સુધી પહોંચાડવામાં આવે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. કાર્યવાહી કરી શકાય એવી માહિતી માટે યોગ્ય પુરસ્કારો આપવામાં આવશે. આરોપી દેવેન્દ્ર સૈની અજમેરનો રહેવાસી છે.


