ગાવડેના આ નિર્ણય બાદ એનસીપી (NCP)ના અનેક નેતાઓએ તેના પર નિશાનો સાધ્યો હતો. જેમાં પૂર્વ મંત્રી જીતેન્દ્ર આવ્હાડ (Jitendra Avhad) વિધેયક શશીકાંત શિંદે સહિત અન્ય નેતા સામેલ છે.

શરદ પવાર (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રના (Maharashtra) રાજકારમાં અત્યાર સુધી એકનાથ શિંદે (Eknath Shinde) વર્સિસ ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) જંગ ચાલતી હતી પણ હવે સીએમએ મહાવિકાસ આઘાડીના (Mahavikas Aghadi) સંયોજક અને એનસીપીના સર્વેસર્વા શરદ પવારને (Sharad Pawar) પણ ઝટકા દેવાનું શરૂ કરી દીધું છે. શિંદેએ હવે પવારના નજીકના માનવામાં આવતા અશોક ગાવડેને પોતાની તરફ કરી લીધા છે. જણાવવાનું કે અશોક ગાવડેએ થોડાક દિવસ પહેલા જ એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ શિંદે જૂથમાં સામેલ થશે. ગાવડેએ બુધવારે પોતાના સમર્થકો સાથે એક બેઠક કરી હતી અને ત્યાર બાદ એકનાથ શિંદે સાથે જવાનો નિર્ણય લીધો હતો. જોકે, ગાવડેના આ નિર્ણય બાદ એનસીપી (NCP)ના અનેક નેતાઓએ તેના પર નિશાનો સાધ્યો હતો. જેમાં પૂર્વ મંત્રી જીતેન્દ્ર આવ્હાડ (Jitendra Avhad) વિધેયક શશીકાંત શિંદે સહિત અન્ય નેતા સામેલ છે.
જૂથબાજીનો આરોપ મૂકીને પાર્ટી છોડી
પાર્ટી છોડતી વખતે અશોક ગાવડેએ એનસીપી પર એ આરોપ મૂક્યો છે કે ત્યાં જૂથબાજી શરૂ થઈ ગઈ હતી. આ બધું ઘણાં સમયથી હું જોઈ રહ્યો હતો. તેમણે આ વાતની ફરિયાદ અનેક વાર વરિષ્ઠ નેતાઓને પણ કરી પણ આ તરફ કોઈએ ધ્યાન આપ્યું નહીં. ગાવડેએ કહ્યું મેં સાર્વજનિક રીતે એનસીપી સાંસદ સુપ્રિયા સુલે સામે ટિપ્પણી કરી હતી. આથી મને સાઇડલાઈ કરવામાં આવ્યો. મેં આ વાત અનેકવાર મારા વરિષ્ઠોને પણ જણાવી પણ આ મામલે કોઈ ઉકેલ ન આવ્યો. આથી કંટાળીને મેં રાજીનામું આપી દીધું છે.
ADVERTISEMENT
પદ પરથી ખસેડ્યા બાદ વધી નારાજગી
અશોક ગાવડે એનસીપી સાથે ખરાબ સમયમાં ખભે ખભો મીલાવીને ઊભા હતા. આ તે સમય હતો જ્યારે ત્રણ વર્ષ પહેલા નવી મુંબઈના વિધેયક ગણેશ નાઇકે ત્યાંના તમામ નેતાઓ સાથે બીજેપી જૉઈન કરી હતી. આ દરમિયાન ગાવડેએ આમ કરવાની ના પાડી દીધી હતી. જો કે, હવે પાર્ટી છોડવાનો તેમનો નિર્ણય એનસીપી માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. આનું મોટું કારણ એ છે કે મુંબઈ કે નવી મુંબઈ જેવા શહેરી વિસ્તારોમાં કોઈ ખાસ વર્ચસ્વ નથી. ગાવડે પાર્ટીના તે નિર્ણયથી પણ નારાજ હતા જેમાં તેમની જગ્યાએ નામદેવ ભગતને નવી મુંબઈના પાર્ટી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જ્યારે ભગત એક વર્ષ પહેલા જ શિવસેના છોડીને એનસીપીમાં સામેલ થયા હતા.
ગાવડે પાર્ટી છોડે તો શું ફેર પડે?
નવી મુંબઈના રાજકારણમાં અસોક ગાવડે એક મોટું નામ છે. એવામાં તેમનું જવું એનસીપીને હજી વધુ આંચકા આપી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે તેમની દીકરી સપના ગાવડે અને કેટલાર પૂર્વ પાર્ષદ પણ એનસીપી છોડીને શિંદે જૂથમાં સામેલ થઈ શકે છે. જેનો ફાયદો શિંદે-બીજેપી જૂથ બીએમસી અને વિધાનસભા ચૂંટણીમાં મળી શકે છે.

