શિવસેનાના સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યાના વિરોધમાં 11 ઑક્ટોબરના મહારાષ્ટ્રમાં બંધમાં સંપૂર્ણ રીતે ભાગ લેશે.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યાના વિરોધમાં મહારાષ્ટ્ર બંધની અર દેખાવાની શરૂ થઈ. ફળ, શાકભાજીથી લઈને અનેક દુકાનો બંધ રાખવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં હિંસાના પણ સમાચાર આવ્યા છે. જો કે, જરૂરી વસ્તુઓના વેચાણની પરવાનગી આપવામાં આવી છે. તો એનસીપી, કૉંગ્રેસ અને શિવસેનાના સત્તારૂઢો ગઢબંધન મહા વિકાસ આઘાડીએ શનિવારે કહ્યું કે બંધનું આહ્વાન આ બતાવવા માટે કરવામાં આવ્યું છે કે અમારું રાજ્ય દેશના ખેડૂતોની સાથે છે તો શિવસેનાના સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યાના વિરોધમાં 11 ઑક્ટોબરના મહારાષ્ટ્રમાં બંધમાં સંપૂર્ણ રીતે ભાગ લેશે.
ફડણવીસે કહ્યું- આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વાર થઈ રહ્યું છે આવું
પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય સરકાર પર નિશાનો સાધતા કહ્યું કે આઝાદ ભારતના ઇતિહાસમાં પેહલીવાર એવું થઈ રહ્યું છે કે જેમના પર કાયદાકીય વ્યવસ્થા ચલાવવાની જવાબદારી છે, તેમણે પોતે જ બંધની જાહેરાત કરી છે. આ પહેલી સુપ્રીમ કૉર્ટ અને બૉમ્બે હાઇ કૉર્ટે કહ્યું હતું કે આ બંધ યોગ્ય નથી અને શિવ સેના પર દંડ ફટકારવામાં આવ્યો હતો, અમારી માગ છે કે હાઇ કૉર્ટે આ મામલો જોવો જોઈએ.
ADVERTISEMENT
ઉદ્ધવ સરકાર પોલીસની મદદથી કરાવી રહી છે બંધ: ફડણવીસ
મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા રાજ્યવ્યાપી બંધના આહ્વાનને નેતા પ્રતિપક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઢોંગ કહ્યો. તેમણે કહ્યું કે સરકાર પોલીસની મદદથી બંધ કરાવી રહી છે. ફડણવીસે કહ્યું કે મહાવિકાસ આઘાડી સરકારના સત્તામાં આવ્યા પછી મહારાષ્ટ્રમાં અત્યાર સુધી બે હજાર ખેડૂતો આપઘાત કરી ચૂક્યા છે.
રાજ ઠાકરેની પાર્ટી મનસેએ પણ કર્યો બંધનો વિરોધ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ મહારાષ્ટ્ર બંધનો વિરોધ કર્યો. મનસે નેતા અમેયા ખોપકરે કહ્યું કે સરકારે આ ખેડૂતોને એક દિવસનું વેતન આપવું જોઈતું હતું અથવા ઓવરટાઇમ કરવો જોઈતો હતો. નાગરિકોને પરેશાન કરવું યોગ્ય નથી કારણકે લોકો પહેલાથી લૉકડાઉન થકી ત્રસ્ત છે.
લોકોને પરેશાન કર્યા તો અમે પણ ઉતરશું રસ્તા પર: ભાજપ
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારના બંધ થકી સામાન્ય લોકોને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ બસોમાં તોડફોડના સમાચાર સામે આવ્યા છે. તો હવે ભાજપ પ્રવક્તા અને વિધેયક રામ કદમે આ બંધને લઈને રાજ્ય સરકાર પર હુમલો કર્યો છે અને કહ્યું કે જો જબરજસ્તી લોકોને બંધ માટે મજબૂર કરવામાં આવ્યા તો અમે પણ રસ્તા પર ઉતરશું.
હિંસા પર ઉતર્યા પ્રદર્શનકારી
બેસ્ટ તરફથી કહેવામાં આવ્યું કે મોડી રાતથી અત્યાર સુધી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં તેમની વન બસને ક્ષતિ પહોંચાડવામાં આવી છે. બેસ્ટ દ્વારા જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રદર્શનકારીઓએ સવારે ધારાવી, માનખુર્દ, શિવાજીનગર, ચારકોપ, ઓશિવિરા, દેવનાર અને ઇનઑર્બિટ મૉલ પાસે ભાડેથી લેવામાં આવેલ એક સહિત નવ બસોમાં તોડફોડ કરવામાં આવી છે.
આપણે એક દિવસ માટે કામ બંધ રાખવું જોઈએ: નવાબ મલિક
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી તેમજ એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેમણે એક સાથે આવવું જોઈએ. આપણે એક દિવસ માટે આપણું કામ બંધ રાખવું જોઇએ. દુકાનદાર પોતે જ દુકાન બંધ રાખે. ત્રણ દળના કાર્યકર્તા દુકાનો, પ્રતિષ્ઠાનો અને લોકોને ખેડૂતો માટે સમર્થન બતાવવાની રિક્વેસ્ટ કરશે.
મંત્રી અને તેમના દીકરા વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં: જયંત પાટિલ
મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા જયંત પાટિલે કહ્યું કે લોકો બંધનું સમર્થન કરી રહ્યા છે. લખીમપુર ખીરી હિંસામાં સામેલ કેન્દ્રીય મંત્રી અને તેમના દીકરા વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. ભાજપ ખેડૂત વિરોધી છે અને તેમને કચડી નાખવા માગે છે.
દાદર સર્કલ પર સેંકડો પોલીસ તૈનાત
મહારાષ્ટ્ર સરકાર તરફથી બોલાવવામાં આવેલા બંધને લઈને દાદર સર્કલ પર સેંકડો પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રાફિક પર પણ આ બંધની અસર દેખાઈ રહી છે.
બેસ્ટની બસો પર લાગ્યો બ્રેક
લખીમપુર ખીરી હિંસાના વિરોધમાં મહારાષ્ટ્રમાં આજે બંધની અસર મુંબઇ અને આસપાસના વિસ્તારો પર દેખાઈ રહી છે. બેસ્ટની હસો સવારથી જ નથી ચાલતી. આથી સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ફળ અને શાકભાજી માર્કેટ પણ બંધ
વેપારી સંઘે મહારાષ્ટ્ર બંધમાં ભાગ લઈને સોમવારે પુણે કૃષિ ઉપજ મંડી સમિતિ (એપીએમસી) બંધ રાખવાનો નિર્ણય લીધો છે. છત્રપતિ શિવાજી માર્કેટ યાર્ડ ટ્રેડર્સ એસોસિએશને જાહેરાત કરી છે કે સોમવારે બધા ફળ, શાકભાજી, કાંદા, બટાટા માર્કેટ બંધ રહેશે. વેપારી સંઘે પણ બધા સભ્યોને સોમવારે પોતાનો વેપાર બંધ રાખવાની અપીલ કરી છે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તે સોમવારે પોતાની ઉપજ માર્કેટમાં ન લાવે.
