Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra:ઘરમાં જ છાપી રહ્યો હતો ચલણી નોટો,પોલીસે પાડ્યો દરોડો, જાણો સમગ્ર ઘટના

Maharashtra:ઘરમાં જ છાપી રહ્યો હતો ચલણી નોટો,પોલીસે પાડ્યો દરોડો, જાણો સમગ્ર ઘટના

03 March, 2023 03:39 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્ર (Maharashtra)પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપ છે કે તે પોતાના ઘરમાં નકલી નોટો છાપતો હતો. . પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આરોપી રૂ. 1.5 લાખની નકલી નોટો છાપી હતી.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

ગજબ ઘટના

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


મહારાષ્ટ્ર (Maharashtra)પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપ છે કે તે પોતાના ઘરમાં નકલી નોટો છાપતો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેણે યુટ્યુબ વીડિયો(You Tube)માંથી નકલી નોટ છાપવાનું શીખી લીધું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે સમાચાર મુજબ આ મામલો મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો છે. પોલીસને બાતમી મળી હતી કે જલગાંવ જિલ્લાના કુસુમ્બા ગામમાં એક વ્યક્તિ તેના ઘરે નકલી ચલણ છાપી રહ્યો છે.

માહિતીના આધારે પોલીસે ગુરુવારે આરોપીના ઘરે દરોડો પાડ્યો હતો અને આરોપીને રંગે હાથે પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આરોપી રૂ. 1.5 લાખની નકલી નોટો છાપી હતી અને રૂ. 50,000માં અન્ય લોકોને વેચી હતી. જલગાંવના એસપી એમ રાજકુમારે જણાવ્યું હતું કે આરોપીઓએ યુટ્યુબ વીડિયો જોઈને નકલી નોટો છાપવાનું શીખ્યા હતા. પોલીસને આશંકા છે કે આ કેસમાં કેટલાક વધુ લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે. તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.



આ પણ વાંચો: Sha Rukh Khanના ઘર મન્નતમાં દિવાલ કૂદી ઘુસ્યાં બે ગુજરાતીઓ, પોલીસે કરી ધરપકડ


ધરપકડ બાદ આરોપીને 9 માર્ચે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 489-એ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી યુવક નાની રકમની નોટો છાપતો હતો જેથી કોઈને શંકા ન જાય. પોલીસે આરોપીના ઠેકાણા પરથી 1 લાખ 60 હજાર રૂપિયાની નકલી નોટો મળી આવી છે. આરોપી પ્રિન્ટર અને સ્કેનરની મદદથી 100, 200 અને 500 રૂપિયાની નોટો છાપતો હતો. આરોપીની ઓળખ રાજેન્દ્ર અધવ તરીકે થઈ છે. આરોપી વ્યવસાયે કુલી હતો. ગયા વર્ષે નવેમ્બરમાં પણ પોલીસે નકલી નોટો છાપવા બદલ એક આરોપીની ધરપકડ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2023 03:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK