Hiten Desai Arrested in Accident Case: પોલીસ રિપોર્ટ અનુસાર, આરોપી દેસાઈ મરોલ, અંધેરી પૂર્વમાં રહે છે. ફરિયાદી ધનશ્રી ગાંટાંડલે, 36, જે બાન્દ્રા પૂર્વમાં રહે છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
એક જાણીતી ઈલેક્ટ્રિક પ્રોડક્ટસ કંપનીના વડા હિતેન દેસાઈ (53 વર્ષ)ની દારૂના નશામાં ડ્રાઇવિંગ (Hiten Desai Arrested in Accident Case) અને હિટ એન્ડ રનના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈના ખાર પોલીસે દેસાઈની 16 જૂને ધરપકડ કરી હતી અને કોર્ટે તેને 19 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ જાહેર કર્યો હતો. પોલીસ રિપોર્ટ અનુસાર, આરોપી દેસાઈ મરોલ, અંધેરી પૂર્વમાં રહે છે. ફરિયાદી ધનશ્રી ગાંટાંડલે, 36, જે બાન્દ્રા પૂર્વમાં રહે છે, એક ખાનગી કંપનીમાં કામ કરે છે.
16 જૂનના રોજ સાંજે આઠ વાગ્યે, ધનશ્રી ગંટાંડલે અને તેમની બહેન બાન્દ્રા પશ્ચિમના લિંકિંગ રોડ પર શોપિંગ કરવા માટે ગયા હતા. તે દરમિયાન આરોપી હિતેન દેસાઈએ (Hiten Desai Arrested in Accident Case) તેની લાલ રંગની કાર વડે બંનેને ટક્કર મારી હતી. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભીડ જમા થઈ હતી અને તે બાદ ધનશ્રીએ કાર ચાલકને રોકવાનો પ્રયત્ન કર્યો જો કે આરોપીએ પોતાની કાર વધુ સ્પીડમાં ચલાવીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
ADVERTISEMENT
આ હિટ એન્ડ રનની ઘટનામાં બે પીડિત મહિલાને ડાબા હાથની એક આંગળી પર ઈજા થઈ હતી. આ ઘટના દરમિયાન ત્યાં રહેલા એક પોલીસ કોન્સ્ટેબલે પણ કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આરોપી હિતેન દેસાઈએ પોતાની કારથી પોલીસ કોન્સ્ટેબલને (Hiten Desai Arrested in Accident Case) પણ ટક્કર મારી ત્યાં રહેલી બીજી ગાડીઓને પણ ટક્કર મારી ત્યાંથી ભાગી છૂટી ગયો હતો. આ સાથે બીજા એક કોન્સ્ટેબલ વાઘમારેએ પણ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ દેસાઈએ તેને ઓવરડ્રાઇવ કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાઓ દરમિયાન દેસાઈની કારની બારી તૂટી ગઈ હતી, પરંતુ તે ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો. જો કે આખરે ખાર પોલીસે આરોપી દેસાઈને પાલી હિલ પર રોકી, તેની ધરપકડ કરી હતી અને તે આરોપીને બાદ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
ખાર પોલીસે દેસાઈ સામે ભારતીય દંડ સંહિતાની (Hiten Desai Arrested in Accident Case) (IPC)ની કલમ 279 (બેદરકારીપૂર્વક વાહન ચલાવવું), 337 (બીજાના જીવનને જોખમમાં નાખીને તેમને જખમી કરવા), 338 (જીવનને જોખમમાં નાખીને બીજાને ગંભીર ઇજા પહોંચાડવી), 353 (લોક સેવકને તેમની સરકારી અધિકારીને ફરજ નિભાવવામાં અટકાવી તેમના પર હુમલો કે બળ પ્રયોગ), અને 308 (કસુરવાદી હત્યાનો પ્રયત્ન) વગેરે કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ ઉપરાંત, 16 જૂનના રોજ મોટર વાહન અધિનિયમ ની કલમ 184 (ઝડપમર્યાદાથી વધુ ઝડપે ડ્રાઇવિંગ), 185 (માદક દ્રવ્યનું ગ્રહણ કરીને ડ્રાઇવિંગ કરવું), 134 (A) (અકસ્માતમાં ઘાયલ પીડિતોને તબીબી સહાય ન આપવી), અને 134 (B) હેઠળ પણ દેસાઈને આરોપી બનાવવામાં આવ્યો છે.


