આગના કારણે સાતમા માળે વધુ પ્રમાણમાં ધુમાડો જમા થઈ ગયો હતો. સવારે ૬ વાગ્યે લાગેલી આગ સાડાત્રણ કલાકની ભારે જહેમત બાદ ૯.૨૯ વાગ્યે ઓલવી શકાઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
કાલિનામાં સીએસટી રોડ પર આવેલા આઠ માળના વિન્ડસર બિલ્ડિંગમાં આવેલી પ્રાઇમ આરએમસી કંપનીની ઑફિસમાં ગઈ કાલે સવારે ૬.૦૪ વાગ્યે આગ ફાટી નીકળી હતી. કમર્શિયલ ઇમારત હોવાના કારણે વહેલી સવારે ઑફિસો હજી ખૂલી નહોતી એથી આગમાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર ‘૪૦૦૦ સ્ક્વેર ફુટથી લઈને ૫૦૦૦ સ્ક્વેર ફુટમાં ફેલાયેલી આ આગમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક અપ્લાયન્સિઝ, ફર્નિચર, સર્વર પૅનલ, પૅનલ બૅટરી, કમ્પ્યુટર, સીપીયુ, સ્પ્લિટ એસી, ઑફિસ-રેકૉર્ડ એ બધું જ બળીને ખાખ થઈ ગયું હતું. આગના કારણે સાતમા માળે વધુ પ્રમાણમાં ધુમાડો જમા થઈ ગયો હતો. સવારે ૬ વાગ્યે લાગેલી આગ સાડાત્રણ કલાકની ભારે જહેમત બાદ ૯.૨૯ વાગ્યે ઓલવી શકાઈ હતી.


