Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આઇફોન અપડેટ કરો નહીંતર હાઈ રિસ્ક

આઇફોન અપડેટ કરો નહીંતર હાઈ રિસ્ક

04 April, 2024 07:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકારની કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમની ચેતવણી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઍપલના આઇફોન તથા અન્ય ડિવાઇસમાં રિમોટલી કોડ નાખીને ગડબડ કરવામાં આવી શકે છે એવી ચેતવણી કેન્દ્ર સરકારની કમ્પ્યુટર રિસ્પૉન્સ ટીમ (સીઈઆરટી-ઇન) દ્વારા બહાર પાડવામાં આવી છે. આ વૉર્નિંગ આઇફોન ઉપરાંત મૅકબુક, આઇપૅડ તથા વિઝન પ્રો હેડસેટ્સનાં વિવિધ મૉડલ માટે છે. ‘રિમોટ કોડ એ​ક્ઝિક્યુશન’ને કારણે ઍપલના ડિવાઇસના સૉફ્ટવેર અને હાર્ડવેરને નુકસાન પહોંચી શકે છે. 

કયા મૉડલ માટે હાઈ રિસ્ક

આઇફોન ઍક્સએસ, આઇપૅડ પ્રો ૧૨.૯ ઇંચ, આઇપૅડ પ્રો ૧૦.૫ ઇંચ, આઇપૅડ પ્રો ૧૧ ઇંચ, આઇપૅડ ઍર, આઇપૅડ મિની જેવાં મૉડલ્સ માટે ખતરો છે. ખાસ કરીને ૧૭.૪.૧ તથા એનાથી જૂના વર્ઝન પર ચાલી રહેલા ડિવાઇસ માટે આ રિસ્ક છે. એટલે એજન્સીએ આ ડિવાઇસને અપડેટ કરવાની સલાહ આપી છે. આમાંનાં મોટા ભાગનાં મૉડલ અત્યારે આઉટડેટેડ છે.

શું સાવચેતી રાખવી
અનસિક્યૉર્ડ પબ્લિક વાઇફાઇ નેટવર્કનો ઉપયોગ ટાળવો.
ડિવાઇસમાં ટૂ ફૅક્ટર ઑથે​ન્ટિકેશન (2FA) શરૂ કરો.
ઍપલ ઍપ સ્ટોર પર તમામ ઍપ્લિકેશન અપડેટેડ રાખો. 
મહત્ત્વના ડેટાનું નિયમિત બૅકઅપ લેતા રહો.


 


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2024 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK