Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મોટી સિદ્ધિ : નવી મુંબઈના ઍરપોર્ટ પર સુખોઈ-30MKI ફાઇટર જેટનું સફળ લૅન્ડિંગ

મોટી સિદ્ધિ : નવી મુંબઈના ઍરપોર્ટ પર સુખોઈ-30MKI ફાઇટર જેટનું સફળ લૅન્ડિંગ

Published : 05 June, 2026 10:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિયન ઍર ફોર્સના સધર્ન કમાન્ડના પ્રવક્તાએ પણ આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો

સુખોઈ-૩૦MKIએ ગુરુવારે ઉલવેના નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સફળ લૅન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો

સુખોઈ-૩૦MKIએ ગુરુવારે ઉલવેના નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સફળ લૅન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો


ઇન્ડિયન ઍર ફોર્સના ફાઇટર જેટ સુખોઈ-૩૦MKIએ ગુરુવારે ઉલવેના નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સફળ લૅન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો. ડિફેન્સ તેમ જ સિવિલ એવિયેશનની ક્ષમતા વધારવામાં આને મહત્ત્વનું પગલું ગણવામાં આવે છે. ઇન્ડિયન ઍર ફોર્સના સધર્ન કમાન્ડના પ્રવક્તાએ પણ આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ‘આ ઇન્ડિયન ઍર ફોર્સ અને ઇન્ડિયન એવિયેશન માટે ઐતિહાસિક અને ગૌરવની ક્ષણ છે. એને કારણે ઇન્ડિયન ઍર ફોર્સની ઑપરેશનલ કૅપેબિલિટીમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે સિવિલ એવિયેશન માટે ઉપયોગમાં લેવાતા રનવે તથા હાઇવેને ઉપયોગમાં લઈ શકાય એ માટે છેલ્લા ઘણા સમયથી આ રીતે ઍર ફોર્સનાં ફાઇટર જેટ્સનું ટેકઑફ અને લૅન્ડિંગનું પરીક્ષણ થઈ રહ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK