લોકસભામાં રજૂ થયા ચિંતાજનક આંકડા : ૨૦૨૪માં ડૉગ બાઇટના કુલ કેસ બાવીસ લાખની આસપાસ, ૩૭ મૃત્યુ થયા
દર કલાકે ૬૦ બાળકોને કૂતરું કરડે છે
ભારતમાં ૨૦૨૪ના વર્ષમાં ડૉગ-બાઇટના એટલે કે કૂતરું કરડવાના લગભગ બાવીસ લાખ કેસ નોંધાયા હતા. કેન્દ્રના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયના પ્રધાન રાજીવ રંજન સિંહે લોકસભામાં આ બાબતે રજૂ કરેલા આંકડા ચિંતાજનક છે. એક નજર કરીએ...
l૨૦૨૪માં ડૉગ-બાઇટના ૨૧,૯૫,૧૨૨ કેસ નોંધાયા હતા અને એને લીધે ૩૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
l૨૦૨૪માં વાંદરા સહિતનાં અન્ય પ્રાણીઓ કરડવાના ૫,૦૪,૭૨૮ કેસ નોંધાયા હતા અને એનાથી ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
lકૂતરું કરડવાના કુલ કેસમાંથી ૫,૧૯,૭૦૪ કેસમાં ૧૫ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો ભોગ બન્યાં હતાં. એનો મતલબ એ થયો કે દર કલાકે ૬૦ બાળકો ડૉગ-બાઇટનો શિકાર બનતાં હતાં.

