Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બે જણનો જીવ લેનારા ડ્રગ્સ-કાંડમાં કૉન્સર્ટમાં આવેલા તમામ લોકોનાં નિવેદન લેવાનું પોલીસ માટે અશક્ય

બે જણનો જીવ લેનારા ડ્રગ્સ-કાંડમાં કૉન્સર્ટમાં આવેલા તમામ લોકોનાં નિવેદન લેવાનું પોલીસ માટે અશક્ય

Published : 16 April, 2026 07:12 AM | Modified : 16 April, 2026 08:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૬ જણનાં સ્ટેટમેન્ટ‍્સ લેવાયાં ઃ જેની હાલત ગંભીર હતી એ યુવતી હવે આઉટ ઑફ ડેન્જર

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ગોરેગાવસ્થિત નેસ્કો સેન્ટરમાં યોજાયેલી કૉન્સર્ટ દરમ્યાન ડ્રગ્સના ઓવરડોઝથી MBAના બે સ્ટુડન્ટ‍્સનાં મોત પછી આ મામલે વનરાઈ પોલીસે ગઈ કાલ સુધીમાં ૧૬ લોકોનાં સ્ટેટમેન્ટ્સ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પચીસ વર્ષની જે યુવતીની હાલત ગંભીર હતી તેને હવે હૉસ્પિટલના જનરલ વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવી છે. બીજી તરફ પાર્ટીમાં ડ્રગ્સ પહોંચાડનાર આરોપી પાસેથી વધુ માહિતી લેવા માટે પણ તપાસ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતીના આધારે મુખ્ય આરોપીઓએ પાર્ટીમાં ડ્રગ્સ ઍપ-બેઝ‍્ડ કુરિયર મારફત મોકલ્યું હોવાનો ખુલાસો થયો છે.

વનરાઈ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની તપાસમાં ૧૬ લોકોનાં સ્ટેટમેન્ટ્સ નોંધવામાં આવ્યાં છે. પાર્ટીમાં હાજર અન્ય યુવક-યુવતીનાં નિવેદનો પણ લેવામાં આવી રહ્યાં છે. કૉન્સર્ટ પૂરી થયા બાદ પાર્કિંગ વિસ્તારમાં નશાની હાલતમાં યુવાનો દ્વારા ગાડીઓ પર ચડી હંગામો કરવાના વિડિયો પણ વાઇરલ થયા હતા એની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં બે ચોંકાવનારા મુદ્દા સામે આવ્યા છે. કાર્યક્રમ માટે એક્સાઇઝ વિભાગ તરફથી સંપૂર્ણ મંજૂરી આપવામાં આવી હતી અને રાત્રે દોઢ વાગ્યા સુધી દારૂ પીરસવાની પણ મંજૂરી હતી. દરમ્યાન કાર્યક્રમમાં બિન્દાસ રીતે દારૂ સાથે મોટા પાયે ડ્રગ્સનું સેવન થયું હોવાની માહિતી મળી છે. બીજી તરફ અનેક જાણીતા ઇન્ફ્લુએન્સર પણ પાર્ટીમાં હાજર હોવાની માહિતી સામે આવી છે. પાર્ટીમાં હાજર તમામ લોકોની ટેસ્ટ કરવી શક્ય ન હોવાથી મૃત્યુ પામેલા લોકો સાથે સંકળાયેલા લોકોની ટેસ્ટ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.’



આગળ કઈ દિશામાં તપાસ થશે?
વનરાઈ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘મુખ્ય આરોપી સહિત આ કાંડમાં સંકળાયેલા બીજા આરોપીના કૉલડેટા ભેગા કરવામાં આવી રહ્યા છે તેમ જ ઘટના સમયે શું બન્યું, કેવી રીતે બન્યું એની વિગતવાર માહિતી જાણવા માટે CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવશે. એટલું જ નહીં, જ્યારે ઘટના બની ત્યારે સેન્ટરની હૉસ્પિટલ સુધી પહોંચવા માટે ઍમ્બ્યુલન્સ હાજર હતી કે કેમ એની પણ તપાસ કરવામાં આવશે. આરોપી સુધી ડ્રગ્સ કોણે અને કેવી રીતે પહોંચાડ્યું, કેટલા પૈસા લેવામાં આવ્યા એની માહિતી ભેગી કરવામાં આવી રહી છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK