રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં રેડ અલર્ટ આપવામાં આવી છે, જ્યારે થાણેમાં ઑરેન્જ અને પાલઘર અને મુંબઈમાં યલો અલર્ટ આપવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
અરબી સમુદ્રમાં લો શક્તિ સાઇક્લોન સર્જાઈ રહ્યું છે જે તબાહી મચાવી શકે એવા કેટલાક સમાચાર વહેતા થયા હતા એને હવામાન ખાતાએ રદિયો આપ્યો છે અને કહ્યું કે હાલ જે પરિસ્થિતિઓ સર્જાઈ છે એને કારણે આવનારા ચારથી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ પડશે, પણ સાઇક્લોન આવવાની કોઈ શક્યતા નથી.
હવામાન ખાતાએ કહ્યું હતું કે આવનારા ચારથી પાંચ દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારો ખાસ કરીને કોંકણ અને મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. એ સિવાય કોંકણ અને મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના મોટા ભાગના વિસ્તારોમાં કડાકાભડાકા અને પવનના સુસવાટા, ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે મધ્યમથી ભારે વરસાદ પડે એવી શક્યતાઓ છે. એથી રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં રેડ અલર્ટ આપવામાં આવી છે, જ્યારે થાણેમાં ઑરેન્જ અને પાલઘર અને મુંબઈમાં યલો અલર્ટ આપવામાં આવી છે.


