આ `હલાલ લાઇફસ્ટાઇલ ટાઉનશિપ` પ્રૉજેક્ટે સામાજિક સ્તરે પણ ઉગ્ર ચર્ચા શરૂ કરી છે. કેટલાક લોકોનું માનવું છે કે આ ટાઉનશિપ ધાર્મિક આધારે સામુદાયિક ભેદભાવને પ્રોત્સાહન આપે છે, જે બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ છે.
પ્રતીકાત્મક તસવીર
આ `હલાલ લાઇફસ્ટાઇલ ટાઉનશિપ` પ્રૉજેક્ટે સામાજિક સ્તરે પણ ઉગ્ર ચર્ચા શરૂ કરી છે. કેટલાક લોકોનું માનવું છે કે આ ટાઉનશિપ ધાર્મિક આધારે સામુદાયિક ભેદભાવને પ્રોત્સાહન આપે છે, જે બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ છે.
મુંબઈથી લગભગ 100 કિલોમીટર દૂર કરજત નજીક નેરળમાં પ્રસ્તાવિત `હલાલ લાઇફસ્ટાઇલ ટાઉનશિપ` પ્રૉજેક્ટને લઈને મોટો વિવાદ ખડો થઈ ગોય છે. આ રિયલ એસ્ટેટ પ્રૉજેક્ટનો પ્રચાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજનૈતિક અને સામાજિક જૂથોમાં આની કડક પ્રતિક્રિયાાઓ સામે આવી છે. રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC)એ આ મામલો ગંભીર માનતા મહારાષ્ટ્ર સરકારને નોટિસ જારી કરીને બે અઠવાડિયાની અંદર ઇન્વેસ્ટિગેશન રિપૉર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે.
ADVERTISEMENT
વિવાદનું કારણ?
વાયરલ પ્રમોશન વીડિયોમાં એક મહિલા હિજાબ પહેરેલી જોવા મળે છે, જે ટાઉનશિપને `સમાન વિચારધારાવાળા પરિવારો` માટે એક `પ્રામાણિક સામુદાયિક જીવન` અને `હલાલ પર્યાવરણ`માં બાળકોની સુરક્ષિત ઉછેરનું પ્રૉમિસ કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં નમાજની જગ્યા અને સામુદાયિક સભાઓ માટેની સુવિધાઓનો પણ ઉલ્લેખ કર્યો છે, જે વૉકેબલ ડિસ્ટન્સ પર અવેલેબલ હશે. આ પ્રમોશનને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ (NCPCR)ના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ સોશિયલ મીડિયા પર શૅર કરતાં આને `રાષ્ટ્રની અંદર રાષ્ટ્ર` જાહેર કર્યું અને મહારાષ્ટ્ર સરકારને નોટિસ જારી કરવાની વાત કહી.
શું છે રાજનૈતિક પ્રતિક્રિયાઓ?
શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના પ્રવક્તા કૃષ્ણા હેગડેએ આ પ્રમોશનલ વીડિયો પર વાંધો ઉઠાવતા આને પાછો ખેંચવાની અને પ્રૉજેક્ટની તપાસની માગ કરી છે. તો, બીજેપી પ્રવક્ત અજિત ચવ્હાણે આને `ગજવા-એ-હિંદ`નું ષડયંત્ર જાહેર કરતાં કહ્યું કે આ પ્રકારના પ્રૉજેક્ટ મુંબઈ કે મહારાષ્ટ્રમાં સ્વીકાર્ય નથી. તેમણે આને બંધારણ માટે મોટો પડકાર જણાવતા ડેવરપર્સ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી.
NHRC હસ્તક્ષેપ
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આ પ્રોજેક્ટને માનવ અધિકારનો ગંભીર મુદ્દો ગણાવ્યો છે, તેને બંધારણના સમાનતા અને ભેદભાવ ન કરવાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. NHRCએ મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવને નોટિસ મોકલીને સ્પષ્ટતા કરવા કહ્યું છે કે મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (MahaRERA) એ આ પ્રોજેક્ટને કઈ જોગવાઈઓ હેઠળ લાઇસન્સ આપ્યું છે. કમિશને બે અઠવાડિયામાં તપાસ અને કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે.
પ્રિયાંક કાનુન્ગોએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "આ કોઈ જાહેરાત નથી, પરંતુ ઝેર ફેલાવવાનું છે. આ ટાઉનશીપ ફક્ત એક ચોક્કસ ધર્મ માટે બનાવવામાં આવી રહી છે, જે ભારતની સાર્વભૌમત્વ અને એકતા માટે ખતરો છે." આ પ્રોજેક્ટે સામાજિક સ્તરે પણ ઉગ્ર ચર્ચા જગાવી છે. કેટલાક લોકો કહે છે કે આ ટાઉનશીપ ધાર્મિક આધાર પર સમુદાયને અલગ કરવાને પ્રોત્સાહન આપે છે, જે બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ છે. તે જ સમયે, કેટલાક અન્ય લોકોએ દલીલ કરી હતી કે મુસ્લિમ સમુદાયને રહેણાંક સમાજોમાં ઘણીવાર ભેદભાવનો સામનો કરવો પડે છે, જેના જવાબમાં આવા પ્રોજેક્ટ આવી રહ્યા છે.


