લગ્નના મહેમાનોને ફાઇવ-સ્ટાર હોટેલમાં રોકાણ અને ભવ્ય ભેટો સાથે શાહી સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જ્યારે રિલાયન્સના કર્મચારીઓને આ પ્રસંગની ઉજવણી માટે ગિફ્ટ બોક્સ પણ પ્રાપ્ત થયા છે
વાયરલ તસવીર
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આવતી કાલે મુંબઈમાં એક ભવ્ય સમારોહમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. લગ્નના મહેમાનોને ફાઇવ-સ્ટાર હોટેલમાં રોકાણ અને ભવ્ય ભેટો સાથે શાહી સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જ્યારે રિલાયન્સના કર્મચારીઓ (Reliance Industries Employees)ને આ પ્રસંગની ઉજવણી માટે ગિફ્ટ બોક્સ પણ પ્રાપ્ત થયા છે. 12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય ભારતીય લગ્ન પહેલાં, રિલાયન્સના ઘણા કર્મચારીઓ (Reliance Industries Employees)એ તેમને મળેલા ગિફ્ટ બોક્સની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.




