કચ્છ યુવક સંઘ, ઘાટકોપર શાખા દ્વારા ‘સ્ટિંગ આર્ટ’ વર્કશૉપનું આયોજન ગુરુવાર, ૨૪ એેપ્રિલે બપોરે ૩થી પાંચ વાગ્યા દરમ્યાન ઘાટકોપર-ઈસ્ટમાં જીરાવાલા દેરાસરની સામે, ૧૦૨, મેઘરત્ન બિલ્ડિંગમાં કરવામાં આવ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
કચ્છ યુવક સંઘ, ઘાટકોપર શાખા દ્વારા ‘સ્ટિંગ આર્ટ’ વર્કશૉપનું આયોજન ગુરુવાર, ૨૪ એેપ્રિલે બપોરે ૩થી પાંચ વાગ્યા દરમ્યાન ઘાટકોપર-ઈસ્ટમાં જીરાવાલા દેરાસરની સામે, ૧૦૨, મેઘરત્ન બિલ્ડિંગમાં કરવામાં આવ્યું છે. ‘સ્ટિંગ આર્ટ’ એટલે એક રેશમના દોરા દ્વારા કલાનું સર્જન, એ પિન અથવા થ્રેડ આર્ટ તરીકે પણ ઓળખાય છે. આ આર્ટ એકાગ્રતા સુધારવામાં, જ્ઞાનાત્મક કૌશલ્ય વધારવામાં, ધ્યાન અને મગજને સંતુલિત કરવામાં ઉપયોગી થાય છે. આ વર્કશૉપ સમાજની જાણીતી જોડી ઊર્મિ અને સારિકા શાહ દ્વારા કન્ડક્ટ કરવામાં આવશે. આમાં ૧૦ વર્ષ અને એની ઉપરની કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે. આ વર્કશૉપની ફી ૩૦૦ રૂપિયા રાખવામાં આવી છે, જેની સામે આર્ટવર્ક બનાવવાની સામગ્રી આપવામાં આવશે. આ ઉપરાંત અનુભવીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આ વર્કશૉપમાં તમારા દ્વારા બનાવેલા આર્ટપીસ તમે ઘરે લઈ જશો. જગ્યાની મર્યાદા હોવાથી વહેલો તે પહેલોના ધોરણે નામ સ્વીકારવામાં આવશે. વધુ વિગત માટે ચંદન છાડવાનો 9664428535 અથવા કલ્પના છેડાનો 9820688474 નંબર પર સંપર્ક કરવો.

