મુંબઈના પૂર્વ પોલીસ આયુક્ત પરમબીર સિંહ મંગળવારે બપોર સુધી ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરો (એસીબી) સામે રજૂ થવામાં નિષ્ફળ રહ્યા છે. એસીબીના એક અધિકારીએ આ માહિતી આપી છે.

પરમબીર સિંહ (ફાઇલ તસવીર)
જબરજસ્તી વસૂલીના આરોપોથી ઘેરાયેલા મુંબઈના પૂર્વ પોલીસ આયુક્ત પરમબીર સિંહ મંગળવારે બપોર સુધી ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરો (એસીબી) સામે રજૂ થવામાં નિષ્ફળ રહ્યા છે. એસીબીના એક અધિકારીએ આ માહિતી આપી છે.
એસીબી એક પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી નોંધાયેલ ભ્રષ્ટાચારની ફરિયાદને લઈને પરમબીર સિંહ વિરુદ્ધ ખુલ્લી તપાસ કરી રહી છે. આ સંબંધે પરમબીરના નિવેદન નોંધવા માટે તેમને મંગળવારે બોલાવવામાં આવ્યા હતા.
અધિકારીએ જણાવ્યું કે જબરજસ્તી વસૂલીના આરોપમાં નિલંબિત પરમબીરને આ પહેલા 10 જાન્યુઆરીના એસીબી સામે રજૂ થવાના સમન્સ પાઠવવામાં આવ્યા હતા. જો કે, ત્યારે પરમબીર ઉચ્ચતમ ન્યાયાલયમાં સુનાવણી લંબાવવાનો હવાલો આપતા એસીબી સામે રજૂ થયા નહોતા.
અધિકારીએ જણાવ્યું, "તાજેતરમાં જ એક ઇન્વેસ્ટિગેશન એજન્સી પરમબીરના મુંબઈ સ્થિત આવાસ પહોંચી. તેણે પૂર્વ પોલીસ આયુક્તને એસીબી સામે રજૂ થવાની નૉટિસ આપી હતી. નૉટિસ પરમબીરના રસોઈયાએ લીધી."
અધિકારીએ આગળ કહ્યું, "પરમબીરને 18 જાન્યુઆરીના એસીબીની સામે રજૂ થવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા, પણ અત્યાર સુધી તેમના તરફથી કોઈ સૂચના મળી નથી. તે અત્યાર સુધી એસીબી સીમે રજૂ થયા નથી."