મહારાષ્ટ્ર સરકારના પ્રધાનમંડળનું ગઈ કાલે નાગપુરમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં ૩૯ વિધાનસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા હતા.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની ફાઈલ તસવીર
મહારાષ્ટ્ર સરકારના પ્રધાનમંડળનું ગઈ કાલે નાગપુરમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં ૩૯ વિધાનસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ પહેલાં મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનોએ શપથ લીધા હતા. આથી મહાયુતિ સરકારના પ્રધાનોની સંખ્યા ૪૨ થઈ છે. આ ૪૨ પ્રધાનોમાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજનના પાંચ વિધાનસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વિધાનસભ્યોમાં દક્ષિણ મુંબઈની મલબાર હિલ બેઠકના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા, બાંદરા-વેસ્ટ બેઠકના વિધાનસભ્ય આશિષ શેલાર, થાણેની કોપરી-પાચપાખાડી બેઠકના વિધાનસભ્ય એકનાથ શિંદે, થાણેની ઓવળા માજીવાડા બેઠકના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક અને નવી મુંબઈની ઐરોલી બેઠકના વિધાનસભ્ય ગણેશ નાઈકનો સમાવેશ થાય છે.


