છ માળના બિલ્ડિંગમાં પાંચમા માળ પર આવેલા ફ્લૅટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ફરિયાદ મળતાં જ ત્રણ ફાયર-એન્જિન અને ચાર વૉટર-ટૅન્કર ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં
તસવીરો : સૈયદ સમીર અબેદી
સાઉથ મુંબઈમાં મરીન ડ્રાઇવ પર આવેલા નીલકંઠ બિલ્ડિંગમાં સોમવારે સવારે આગ લાગી હતી. છ માળના બિલ્ડિંગમાં પાંચમા માળ પર આવેલા ફ્લૅટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ફરિયાદ મળતાં જ ત્રણ ફાયર-એન્જિન અને ચાર વૉટર-ટૅન્કર ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. આખા બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફાયર-બ્રિગેડે એક કલાકની અંદર આગ પર કાબૂ મેળવી લીધો હતો. બીજા ફ્લૅટ્સને આગની વધુ અસર થઈ નહોતી તેમ જ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી એમ મુંબઈ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટનાં ડેપ્યુટી ચીફ ઑફિસર નીલિમા હુંબરેએ જણાવ્યું હતું. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. તસવીરો : સૈયદ સમીર અબેદી


