પ્રદીપ શર્માએ ૨૦૧૯માં અખંડ શિવસેના વતી નાલાસોપારામાં વિધાનસભાની ચૂંટણી લડી હતી
સ્વીકૃતિ શર્મા
મુંબઈ પોલીસના વિવાદાસ્પદ એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ ભૂતપૂર્વ ઇન્સ્પેક્ટર પ્રદીપ શર્માનાં પત્ની સ્વીકૃતિ શર્માએ ગઈ કાલે સમર્થકો સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. પ્રદીપ શર્માએ ૨૦૧૯માં અખંડ શિવસેના વતી નાલાસોપારામાં વિધાનસભાની ચૂંટણી લડી હતી જેમાં તેનો પરાજય થયો હતો અને બાદમાં તેને મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો મૂકવાના કેસમાં સજા થતાં જેલમાં જવું પડ્યું હતું. હવે તેનાં પત્ની સ્વીકૃતિ શર્મા શિવસેનામાં જોડાયાં છે અને તેમને અંધેરી-ઈસ્ટ વિધાનસભામાંથી ચૂંટણીમાં ઉતારવામાં આવે એવી શક્યતા છે.

