મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદએ રવિવારે મુંબઈના વરલીમાં ડીપ ક્લીનિંગ અભિયાનમાં ભાગ લીધો હતો.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદએ રવિવારે મુંબઈના વરલીમાં ડીપ ક્લીનિંગ અભિયાનમાં ભાગ લીધો હતો. ત્યાં તેમણે કહ્યું હતું કે તેઓ અઢી વર્ષમાં જમા થયેલી ગંદકી દૂર કરી રહ્યા છે. એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યા બાદ જૂન ૨૦૨૨માં એમવીએ સરકાર પડી ભાંગી હતી.
એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે ‘હું અઢી વર્ષમાં એકઠી થયેલી ગંદકી સાફ કરી રહ્યો છું. વિપક્ષો ગભરાયેલા છે, કારણ કે તેમને લાગે છે કે તેઓ આગામી ચૂંટણીમાં સાફ થઈ જશે. મારું કામ એ જ મારો રિસ્પૉન્સ છે. ડીપ ક્લીનિંગ ડ્રાઇવ શહેરને સ્વચ્છ કરવા અને મુંબઈવાસીઓને વધુ સારું જીવન પ્રદાન કરવાના રાજ્યના પ્રયાસોનો એક ભાગ છે.’
