Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એકનાથ શિંદેએ રામનવમીએ પણ ન જાળવી મર્યાદા! નોનવેજ ખાઈને કર્યું અપમાન? શું છે સત્ય?

એકનાથ શિંદેએ રામનવમીએ પણ ન જાળવી મર્યાદા! નોનવેજ ખાઈને કર્યું અપમાન? શું છે સત્ય?

19 April, 2024 05:15 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Eknath Shinde On Ramnavami: સોશ્યલ મીડિયા યુઝર્સ કહે છે, ભાજપે તેજસ્વી યાદવની ટીકા કરી પણ શિંદે પર કેમ ચૂપ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) નો એક ફોટો સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સીએમ એકનાથ શિંદે નોનવેજ ખાતા દેખાય છે. આ વીડિયો રામ નવમી (Ramnavami) નો હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે સોશ્યલ મીડિયા યુઝર્સ એવા સવાલ ઉઠાવી રહ્યાં છે કે, એકનાથ શિંદેના વર્તન પર કેમ કોઈ કંઈ બોલતું નથી?

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે પ્રખ્યાત યુટ્યુબર (YouTuber) કામિયા જાની (Kamiya Jani) સાથે ફૂડ ખાતા જોઈ શકાય છે. કામિયા તેની યુટ્યુબ (YouTube) ચેનલ કર્લી ટેલ્સ (Curly Tales) ચલાવે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, એકનાથ શિંદેનો આ ફોટો રામ નવમીનો છે અને શિંદે રામ નવમીના પવિત્ર દિવસે મટન ખાઈ રહ્યા છે.નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (National Democratic Alliance – NDA) પર નિશાન સાધતા, આ ફોટો X પર ઘણા વેરિફાઇલ અને નૉન વેરિફાઇડ યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો હતો.


કોંગ્રેસ (Congress) નેતા શુભમ અગ્રવાલ (Shubham Aggarwal) એ ફોટો શેર કરીને લખ્યું છે કે, ‘નવરાત્રિ દરમિયાન માછલી ખાતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav) પર છાતી મારનાર ગોડી મીડિયા એકનાથ શિંદે મટન ખાતા પર કેમ ગાયબ થઈ ગયું?’


સુરેન્દ્ર ચૌધરી નામના એક વેરિફાઈડ યુઝરે લખ્યું, એકનાથ શિંદે રામ નવમીના દિવસે મટન ખાય છે. સનાતન ધર્મના કહેવાતા રક્ષક ભગવાન રામનું આટલું અપમાન થયું અને તમારી ભાવનાઓને ઠેસ પહોંચી નથી. આ અંગે કેટલી ચેનલો પર ચર્ચા થશે?

પત્રકાર હોવાનો દાવો કરતા પ્રેમ કુમાર નામના યુઝરે પણ આ જ દાવા સાથે આ ફોટો શેર કર્યો હતો.

અન્ય એક યુઝરે લખ્યું છે કે, ચોંકાવનારા સમાચાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ભાજપના સહયોગી એકનાથ શિંદે આજે નાગપુરમાં રામનવમી પર મટન ખાતા જોવા મળ્યા. જ્યારે ભાજપે નવરાત્રિ દરમિયાન માછલીઓનો વીડિયો શેર કરીને તેજસ્વી યાદવની આકરી ટીકા કરી હતી. શું વડાપ્રધાન આ મુદ્દા પર ધ્યાન આપશે?

વાયરલ ફોટાની તપાસ કર્યા પછી, કામિયા જાનીના કર્લી ટેલ્સ ઈન્સ્ટા એકાઉન્ટ પર વાયરલ ફોટા સાથે સંબંધિત એક વીડિયો મળ્યો. આ વીડિયો સીએમ એકનાથ શિંદે અને કર્લી ટેલ્સના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી શૅર કરવામાં આવ્યો છે. કામિયા જાનીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, મેં મહારાષ્ટ્રના ઉમરેડમાં રામનવમીના શુભ દિવસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ શાકાહારી સાઓજી ભોજનનો આનંદ માણ્યો. ગામની સ્થાનિક મહિલાઓએ અમારા માટે ખૂબ જ ખાસ શાકાહારી સાઓજી ભોજન તૈયાર કર્યું અને તે ખૂબ જ સ્વાદિષ્ટ હતું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Curly Tales | A Fork Media Group Co. (@curly.tales)

વીડિયોમાં જોઈ શકાય છે કે કામિયા સીએમ એકનાથ શિંદેને પૂછે છે કે શું તેઓ કહી શકે છે કે પ્લેટમાં શું છે. આના જવાબમાં શિંદે પોતાની થાળીમાંની વાનગીઓ બતાવે છે અને તેમના નામ કહે છે કે આ રીંગણ ભરતા છે, આ રીંગણનું શાક છે, આ પટોડી વડી છે.

આ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે, રામનવમીના દિવસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મટન કે નોનવેજ ખાધું હોય તે વાત સાવ ખોટી છે.

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2024 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK